ટેમ્પોની ટક્કરે પગપાળા જતાે યુવક ઘાયલ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ધાવડીયાનો દિનેશભાઇ ભાભોર તા.12મીએ ઝાલોદ કડીયા કામ કરવા માટે જવા માટે નીકળ્યો હતો. ત્યારે સવારના મોનાડુંગર તરફથી આવતો ટેમ્પોના ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી દિનેશ ભાભોરને અડફેટે લઇ ટક્કર મારી નીચે પાડી દીધો હતો. જેમાં તેને ડાબા પગે નળાના ભાગે જમણા હાથે કાંડાના ભાગે તથા ડાબા હાથે આગળીયો પર ઇજાઓ થઇ હતી. જેથી 108 દ્વારા ઝાલોદ સરકારી દવાખાનામાં અને ત્યાંથી વધુ સારવાર માટે દાહોદ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: