ટીડકી-નટવાથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવાશે

23 ગામોમાં રથ પરિભ્રમણ કરશે

  • Dahod - ટીડકી-નટવાથી એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવાશે

    આગામી તા. ૩૧ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર રાજયમાં બે તબકકામાં એકતા રથ પરિભ્રમણ કરશે. તદનુસાર દાહોદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં બે રથ ૧૦ દિવસ જિલ્લાના જુદા જુદા ગામોમાં પરિભ્રમણ કરશે. તે પૈકી પ્રથમ એક એકતા રથ ત્રીજા દિવસે તા. ૨૨ને સોમવારના રોજ દેવગઢ બારીયા તાલુકાના ટીડકી ખાતેથી પ્રસ્થાન કરાશે. ત્યારબાદ આ એકતા રથ ટીડકી, જુનાબારીયા, બામરોલી, આંકલી, ખાંડણીયા, કાલીયાકુવા, ડભવા, સાગટાળા, જુનીબેડી, છાસીયા, દેવીરામપુરા, ગામોમાં પરિભ્રમણ કરી કેળકુવા મુકામે સભા યોજાશે. ફતેપુરા તાલુકાના મોટા નટવા ખાતેથી પ્રસ્થાન કરી વાંસીયાકૂઇ, રાવળના વરૂણા, સુખસર, મકવાણાના વરૂણા, ભોજેલા, હિન્દોલીયા, આફવા, કંથાગર, હિંગલા ગામોમાં પરિભ્રમણ કરી ગામોમાં પરિભ્રમણ કરી સાગડાપાડા મુકામે સભા યોજાશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: