ટાયર ચોરી: ​​​​​​​રસ્તા પર પાર્ક કરેલી ઝાલોદના મારીખેડી CHCની એમ્બ્યુલન્સમાંથી ટાયર કાઢી તસ્કરો ફરાર

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સ્પેર વ્હિલ સહિત પાંચ ટાયરની ચોરી થયાની ફરિયાદ

ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે આજથી દશ દિવસ અગાઉ સી.એસ. સી.ની એબમ્યુલંશ ગાડીના પાંચેય ટાયરો કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયાં હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામેથી મીરાખેડીની સી.એસ.સી.ની એમ્બ્યુલંશ ગાડી રસ્તામાં બગડી જતાં રાત્રીના સમયે કોઈ વિકલ્પ ન મળતાં એમ્બ્યુલંશના ડ્રાઈવર સહિત સ્ટાફના માણસોએ આ એમ્બ્યુલંષશ રાત્રીના સમયે કાળીમહુડી ગામે પાટીયા પાસે એક ઘરની આગળ લોક મારી પાર્ક કરી હતી .બીજા દિવસે એમ્બ્યુલંશ ગાડી લેવા આવતાં જોતાની સાથે જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં.

એમ્બ્યુલન્સ ગાડીના પાંચેય ટાયરો ગાયબ થઈ ગયાં હતાં અને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી પાંચેય ટાયરો ચોરી કરી લઈ નાસી ગયાં હોવાનું માલુમ પડતાં આ સંબંધે મીરાખેડી સી.એસ.સી.માં ફરજ બજાવતાં ખુમાનભાઈ સમુડાભાઈ દેવધાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: