ઝાલોદ પાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ રાજકારણના દાવપેચ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોંગી પ્રમુખને વીજેતા બનાવવામાં 8 ભાજપ, 4 અપક્ષ અને 4 કોંગી સભ્યો
  • 12 કોંગી સભ્યોમાંથી 4નું જ મતદાન, 8 સુષુપ્ત રહ્યા

24મી ઓગસ્ટ 2020ના રોજ પાલિકાની બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી નિર્ધારિત સમયમાં ઝાલોદના પ્રાંત અધિકારી એમ.ડી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને પાલિકાના ચૂંટાયેલા 28માંથી 27 સભ્યોની હાજરીમાં યોજાઇ હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ઝાલોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામના વ્હીપનું ચૂંટણી અધિકારી તરીકે વાંચન કરીને ચૂંટણી પ્રક્રિયા સમજણ હાજર સભ્યોને આપીને અવગત કર્યા હતાં. ત્યાર બાદ પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ઉમેદવારી પત્રક રજુ કરવાની સમય આપવામાં આવતાં નિયમ નં.6 મુજબનું ફોર્મ એ ભરીને ભાજપાના સભ્ય હિરેનકુમાર પટેલ દ્વારા સોલનબેન હરેશભાઇ ડિંડોરના નામની દરખાસ્ત મુકી જેને ભાજપના સભ્ય અલ્કેશકુમાર વીજુભાઇ વસૈયાએ ટેકો આપ્યો હતો. નિર્ધારિત સમયમાં પ્રમુખની હાદેવારી માટે અન્ય કોઇ ફોર્મ ના આવતા ચૂંટણી અધિકારીએ ઝાલોદ પાલિકાના બીજી ટર્મના પ્રમુખ તરીકે કોંગ્રેસના સોનલબેન હરેશભાઇ ડિંડોરને બિન હરીફ વિજેતા જાહેર કર્યા હતા.

0






Related News

Comments are Closed

%d bloggers like this: