ઝાલોદ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 15 કાઉન્સિલરની પોલીસ રક્ષણની માગણી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એસ.પી ઓફિસમાં અરજી કરાઇ

ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કયા કારણોસર કરાવવામાં આવી તે ગુંચ ઉકેલવા માટે પોલીસ રાત દિવસ એક કરી રહી છે. ત્યારે ઝાલોદ પાલિકાના પ્રમુખ સોનલબેન ડિંડોડ અને ઉપપ્રમુખ નંદાબેન વાઘેલા સહિત કુલ 15 કાઉન્સિલરોએ પોલીસ રક્ષણ માટે પોલીસ વડાને સંબોધતી અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. કાઉન્સિલરોએ અરજીમાં તેમના સાથી હિરેન પટેલની હત્યા થયા બાદ તેમના પણ પરિવારના સભ્યો અને તેમની જાનમાલને નુકસાનનો ભય લાગી રહ્યો હોવાનું જણાવ્યુ છે.

આ સાથે હિરેન પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ લોકોનું પગેરૂ મેળવીને તેમની ધરપકડ કરવા સાથે તેમની સાથે ભવિષ્યમાં આવો કોઇ બનાવ ન બને માટે પોલીસ રક્ષણ આપવાનું જણાવ્યુ હતું.

અમે બધાએ ભેગા મળી અરજી કરી છે
અમારા સાથી કાઉન્સિલર હિરેનભાઇની હત્યા બાદ અમારી સાથે પણ કોઇ અજુગતી ઘટના બને તેવી દહેશત તમામ કાઉન્સિલરોને છે. જેથી અમે બધાએ ભેગા મળીને પોલીસ રક્ષણ માટેની માગણી કરતી અરજી કરી છે.>સોનલબેન ડિંડોડ,પ્રમુખ, ઝાલોદ.ન.પા

પુન: રિમાન્ડ કે જ્યુ. કસ્ટડી સાંજે જ ખબર પડશે
હિરેન પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થશે
ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલને 27મી સપ્ટેમ્બરના રોજ જીપની ટક્કર મારીને હત્યા કરી દેવાના પ્રકરણમાં તેમને મારી નાખવા માટે સોપારી અપાયાનું ખુલતાં ખળભળાટ મચેલો છે. આ કેસમાં પોલીસે ગોધરા કાંડમાં આજીવન કેદની સજા પામનારા ઇરફાન જાડા, સ્થાનિક યુવક અજય કલાલ, મહોમ્મદ સમીર, સજ્જનસિંગ ઉર્ફે કરણ ચૌહાણ 22મી તારીખ સુધીના રિમાન્ડ પર છે. 7 દિવસ દરમિયાન પોલીસે આ ચારેની તપાસ કરી હતી. ગુરુવારે 7 દિવસ ચારેના રિમાન્ડ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તપાસ હજી કયા સ્તરે પહોંચી છે તે ઘોષણા બાદ જ જાણી શકાય તેમ છે. આ ચારેના પુન: રિમાન્ડ માંગશે કે પછી કોર્ટના હુકમના આધારે તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં નાખી દેવાશે તે ગુરુવારની સાંજે જ ખબર પડશે.






Related News

Comments are Closed

%d bloggers like this: