ઝાલોદ પંચાયત કચેરીમાંથી લેપટોપની ચોરી

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. ઝાલોદ તાલુકા પંચાયત કચેરીની આઇ.સી.ડી.એસ. શાખાની ઓફીસના ખુલ્લા રૂમમાંથી સરકાર દ્વારા સપ્ટેમ્બર’19માં ફાળવેલ આધાર કીટનુ લેપટોપ સ્ટાફ ન ફાળવતા બોક્સમાં મુકી રાખેલુ હતું. જે લેપટોપ બોક્સ સાથે 15,000ની કિંમતનું કોઇ ચોર ઇસમ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે ઝાલોદ તાલુકા પંચાયતમાં સેવીકા તરીકે ફરજ બજાવતાં સરિતાબેન મનુભાઇ સોલંકીએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: