ઝાબુમાં કરિયાણાની દુકાનના તાળાં તોડી સામાનની તસ્કરી

ધાનપુર37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 10 તેલના ડબ્બા, 10 કિલો ચાની 4 થેલી, બીજો સામાન પણ લઇ ગયા

ધાનપુર તાલુકાના ઝાબુ ગામમાં ચોર ટોળકીએ કરિયાણાની દુકાનને નિશાન બનાવી 28 હજાર ઉપરાંતના કરિયાણાના સામાનની ચોરી કરી ગયા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે ચોરટાઓ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના સૈફીનગરમાં રહેતા અને ધાનપુરના ઝાબુ ગામે કરિયાણાની દુકાન ધરાવતાં મહિલમભાઇ કલીમુદ્દીન કાગડી તા.21મી દિવસ દરમિયાન વેપાર ધંધો કરી દુકાન બંધ કરી સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દાહોદ પોતાના ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ટોળકીએ મહિલમભાઇની દુકાનને નિશાન બનાવી દુકાનના દરવાજાના તાળા તોડી બારીનું પડખા તોડી અંદરના સળીયા તોડી વાકા કરી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી અંદર મુકી રાખેલા તેલના ડબ્બા 10 નંગ જેની કિંમત 14,000 તથા દશ કિલોની ચાની થેલી નંગ 4 જેની કિંમત 14800 તેમજ અન્ય કરિયાણાનો સરસામાન મળી કુલ 28,800 રૂ.ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. મહિલમભાઇ બીજા દિવસે સવારે રાબેતા મુજબ દુકાને જતાં દરવાજાના તાળા તૂટેલા જોવા મળતાં દુકાનમાં ચોરી થઇ હોવાનું જોવા મળ્યું હતું. આ સંદર્ભે મહિલમભાઇ કલીમુદ્દીન કાગડીએ ધાનપુર પોલીસ મથકે ચોર તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: