જેસાવાડામાં એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાતાં હડકંપ

  • કોરોનાગ્રસ્તોની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ હાથ ધરાઇ

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

ગરબાડા. ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પ્રજાપતિ સુમિત્રાબેન રમેશભાઈ તથા 24 વર્ષીય પ્રજાપતિ બિપિનભાઈ રમેશભાઈ ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને પોઝિટિવના વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આજે કોરોના બ્લાસ્ટ થતાં 10 પોઝિટિવ કેસ આવતા જેસાવાડામાં હડકંપ મચી ગયો છે. મંગળવારે 10 પોઝિટિવ આવેલ છે જેમાં RTPCR ટેસ્ટમાં વિનયકુમાર અમ્રતભાઈ નીમચીયા, શિવમકુમાર નરેશભાઈ ચૌહાણ, વિનોદભાઈ કાંતિભાઈ સોલંકી, રસિકકુમાર માધુભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ ચૌહાણ, પ્રવીણકુમાર હરીલાલ સોલંકી – ઉ.વ. 48, જેસાવાડા, ગરબાડા તથા રેપિડ ટેસ્ટમાં ચૌહાણ રેખાબેન વિષ્ણુભાઈ,ચૌહાણ કોકિલાબેન તુલસીદાસ, સોલંકી હરીલાલ નંદાજીભાઈ, સોલંકી હેમલતાબેન પ્રવીણભાઈને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરાઇ છે. 10 પોઝિટિવ કેસો સાથે જેસાવાડા ગામમાં અત્યાર સુધી 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ગરબાડા તાલુકામાં અત્યાર સુધી કુલ 47કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: