જેલમાં કોરોના: દેવગઢ બારીયા સબજેલના 16 કેદી કોરોના પોઝીટીવ આવતા જેલ તંત્રમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • રૂટીન ચેક અપમાં રેપીડ ટેસ્ટમાં કેદીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે
  • કેદીઓને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી એટલે કે એસિમટોમેટીક છે

દેવગઢ બારીયા સબજેલમાં રાખવામાં આવેલા કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસ વખતે કેદીઓનો કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 16 કેદી પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.

સબજેલમાં કુલ 104 કેદી રાખવામાં આવેલા છે

દેવગઢ બારીયાની સબજેલમાં કુલ 104 કેદી રાખવામાં આવેલા છે. આ જેલમા સમયાંતરે નિયમોનુસાર કેદીઓની આરોગ્ય તપાસ કરવામા આવતી હોય છે. તેવી જ રીતે હાલમાં પણ આ કેદીઓની આરોગ્ય તપાસ હાથ ધરવામા આવી હતી. હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. અને જિલ્લામાં પણ કોરોનાના દર્દી રોજ વધી રહ્યા છે. દેવગઢ બારીયા હોટ સ્પોટ છે. ત્યારે આરોગ્ય તપાસ દરમિયાન કેટલાક કેદીના રેપીડ ટેસ્ટ કરાયા હતા.

તમામને જેલમાં જ આઇસલેશનમાં રાખીને સારવાર શરૂ કરી

જેમાંથી એક કેદી કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય સ્ટાફ ચોકી ગયો હતો. ત્યારબાદ તમામના રેપીડ ટેસ્ટ કરાતા કુલ 16 કેદી પોઝીટીવ આવતા વહીવટી, પોલીસ અને સાથે આરોગ્ય તંત્ર પણ દોડતુ થઈ ગયુ છે. આ કેદીઓ મહિનાઓથી બહાર નીકળ્યા નથી. તેમજ જે નવા આરોપી પકડાય છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે પછી જ કાનૂની કાર્યવાહી હાથ ધરાય છે. ત્યારે આ કેદીઓ કેવી રીતે સંક્રમિત થયા તે સંશોધનનો વિષય છે.

આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ જે સંક્રમિત છે તે તમામ યુવાન કેદીઓ છે. ઉપરાંત આ બધાજ દર્દીઓને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી એટલે કે એસિમટોમેટીક છે. દેવગઢ બારીયાના તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા પ્રમાણે તમામને જેલમાં જ આઇસલેશનમાં રાખીને સારવાર શરૂ કરી છે. તથા બે બે દર્દીને જ સાથે રખાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: