જેકોટમાં 1.51 લાખનો વિદેશી દારૂ જપ્ત

મધ્ય પ્રદેશના ભડવાલી ગામનો પ્રતાપત પ્રેમસીંગ વણઝારા અને દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામના નિશાળ ફળિયામાં…

  • Dahod - જેકોટમાં 1.51 લાખનો વિદેશી દારૂ જપ્ત

    મધ્ય પ્રદેશના ભડવાલી ગામનો પ્રતાપત પ્રેમસીંગ વણઝારા અને દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો વીનોદ ગોરધન પટેલ જીજે-17-એન-5048 નંબરની સ્કોર્પિયો જીપમાં વિદેશી દારૂ લઇને આવી રહ્યા હતાં.તે વખતે રાતના ત્રણ વાગ્યાના અરસામાં જેકોટ ગામે પોલીસે શંકાના આધારે ગાડી રોકી હતી. તપાસ વેળા ગાડીમાંથી વિદેશી દારૂની 1512 બોટલો મળી આવી હતી. 1,51,200 રૂપિયાનો દૌરૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને યુવકોની ધરપકડ કરીને કુલ 3.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇની ફરિયાદના આધારે બંને સામે ગુનો દાખલ કરાયો હતો.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: