જિલ્લા પંચાયતની ચૂંટણી: કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં નજીવી બહુમતી સાથે સત્તા મેળવી, અઢી વર્ષ બાદ બળવાખોરોએ ભાજપને શાસન સોંપ્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Congress Came To Power With A Narrow Majority In The 2015 Elections, Two And A Half Years Later The Rebels Handed Over Power To The BJP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 2015માં જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી કોંગ્રેસે 26 અને ભાજપે 24 બેઠકો પર વિજય મેળવ્યો હતો

દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. કારણ કે 2015માં કોંગ્રેસે માત્ર બે બેઠકો વધારે જીતી બહુમતી મેળવી અઢી વર્ષ સત્તા ઓગવી હતી પરંતુ ત્યાર પછી કોંગ્રેસના જ 9 સભ્યો ભાજપામાં જોડાઇ જતાં ભાજપે સત્તા આંચકી લીદી હતી.ત્યારે હવે સામાન્ય ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે તે નિશ્ચિત છે.

દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણી ભાજપા અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. કારણ કે આ જિલ્લા પંચાયતમાં ક્યારેક ભાજપા તો ક્યારેક કોંગ્રેસે સત્તા ભોગવી છે. જેમાં સૈાથી વધુ રોમાંચક સ્થિતિ વર્ષ 2015ની ચૂંટણીમાં થઇ હતી. કારણ કે જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો પૈકી કોંગ્રેસે 26 અને ભાજપે 24 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જેથી જિલ્લા પંચાયતની સત્તા મેળવવા બંન્ને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના વિજેતા સભ્યોને પરિણામ બાદ તુરત જ એકઠાં કરીને સહેલગાહે લઇ જવાયા હતા. બીજી તરફ ભાજપે ખુરશી અંકે કરવા સામ,દામ,દંડ અને ભેદની નીતિ અખત્યાર કરી હતી. લાંબા સમય બાદ પ્રમુખની ચૂંટણી માટેની તારીખ જાહેર થઇ હતી.

પ્રમુખપદની ચૂંટણીની તારીખ જાહેર થતાં તે દિવસે જિલ્લા પંચાયતમાં ભાજપાના 24 અને કોંગ્રેસના 26 સભ્યો સમયસર આવી પહોંચ્યા હતા. જેમાં ભાજપાના સભ્યો નજીક માં જ હતા જ્યારે કોંગ્રેસના સભ્યો ઉત્તર ગુજરાતથી સીધા જિલ્લા પંચાયત એક ખાનગી બસ મારફતે આવ્યા હતા.લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો અને બહાર ભાજપા કોંગ્રેસના કાર્યકરોનુ કિડીયારું ઉભરાયું હતું. જિલ્લા પંચાયતના સભાખંડમાં થોડી જ વારમાં હોબાળો થતો હોવાનો અવાજ સંભળાવા માંડ્યો હતો.

બીજી તરફ બહાર ઉત્તેજના ફેલાઇ ગઇ હતી અને જિલ્લા પંચાયતની પાસે આવેલા ખેતરમાંથી એકાએક જ પથ્થરમારો શરુ થઇ ગયો હતો. ડિસેમ્બરનો મહિનો હોવાથી વહેલું અંદારુ થઇ ગયું હતું અને તે સમયે જ કોંગ્રેસી સભ્યો જે બસમાં આવ્યા હતા તેને આગ ચાંપી દેવામાં આવતા બસ ભડકે બળવા માંડી હતી. જો કે તમામ સભ્યો સભાખંડમાં હતા. બહાર જે વાહનો પર કમળના નિશાન હતા તેની પણ તોડફોડ કરી આ લગાવી દેવામાં આવી આખુયે પટાંગણ સમરાંગણ બની ચુક્યું હતું.

આવી અફરાતફરી અને નાસભાગ વચ્ચે ખાનગી ફાયરિંગ કરાતા વાતાવરણ વદારે તંગ થઇ ગયું હતું. પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લેવા પુરા પ્રયત્નમાં હતી ત્યારે ખાનગી ફાયરિંગ થતાં પોલીસે પણ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. માંડ પરિસ્થિતિ થાળે પડી હતી અને પટાંગણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

આ વેળાએ ભાજપાના સભ્યો અને નેતાઓ તેમજ કાર્યકરો સાથે કોંગી નેતાઓ અને કાર્યકરો પણ સ્થળ છોડી ગયા હતા પરંતુ કોંગી સભ્યોને જાનનું જોખમ હોવાનું જણાવી રાત્રે સભાખંડમાં જ રોકાયા હતા. જેમને રાત્રે ભોજન અને ઉંઘવાની વ્યવ્યસ્થા પણ જિલ્લા પંચાયતમાં જ કરી હતી. રાત્રે વીજળી ન હોવાથી કલાકો સુધી સભ્યો અને કેટલાક નેતાઓ અંધારપટમાં જ રહ્યા હતા.

બીજા દિવસની મુદત પાડી હોવાથી સવારે ફરીથી ચૂંટણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી પરંતુ કોઇક કારણોસર ચૂંટણી કરવામાં આવી ન હતી.જેથી કોંગી સભ્યો ફરીથી સહેલગાહે ઉપડી ગયા હતા.મામલો અદાલતમાં પહોંચ્યો અને કોર્ટનો હુકમ થતાં સીસીટીવી કેમેરાની નિગરાનીમાં ચૂંટણી 26 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી.જેમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બે સભ્યોની બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા.

ત્યાર બાદ વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી સમયથી જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો હતો. જેમાં કેટલાક નેતાઓએ પોતાની વળના તેમજ સંબંધીઓને મલાઇદાર હોદ્દા ધરી દેતાં અન્ય સભ્યોમાં અસંતોષ ઉભો થયો હતો.

અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ફરીથી પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીઓ આવી પડી હતી. તે વખતે ભાજપે સોગઠી મારી દઇને કોંગ્રેસના અસંતોષનો ફાયદો ઉઠાવી લીધો હતો. કારણ કે કોંગ્રેસના 9 સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતા ભાજપાનું સંખ્યાબળ 33નું થઇ ગયું હતું. જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપાના ચૂંટાઇ આવ્યા હતા.

હવે ફરીથી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી પડી છે ત્યારે ફરીથી બહુમતી મેળવવા ભાજપા અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કારણ કે કોંગ્રેસીઓ ગત વખતનો બદલો લેવા માંગે છે, જ્યારે ભાજપા કોઇ પણ ભોગે સ્પષ્ટ બહુમતી મેળવીને ફરીથી સત્તા હાંસલ કરવા ઇચ્છે છે. જેથી હાલમાં ગામડાઓ નેતાઓની દોડધામથી ધમધમી રહ્યા છે. ત્યારે હવે મતદારો કોની પસંદગી કરશે તે તારીખ 2 માર્ચના રોજ જ જાણી શકાશે તે સ્પષ્ટ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: