જિલ્લા એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ દાહોદ દ્વારા ગૌશાળા ચોકમાં મફત ડાયાબિટીસ (સુગર) અને બ્લડપ્રેશર તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું 

KEYUR PARMAR – DAHOD

આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના ગૌશાળા ચોકમાં જિલ્લા એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ દાહોદ દ્વારા મફત ડાયાબિટીસ (સુગર) અને બ્લડપ્રેશર (હાઇપરટેન્શન) તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારના ૦૯:૦૦ કલાક થી બપોરના ૦૩:૩૦ કલાક સુધી કરવામાં આવ્યો હતો જેમાં ૩૦ વર્ષથી ઉપરની ઉમરના લોકોનો ચેકઅપ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ૧૮૫ દર્દીઓની તપાસ થઈ હતી તેમાથી ૩૬ દર્દી ડાયાબિટીસ પોઝીટીવ અને ૩૨ દર્દી હાઇપરટેન્શન ના માલૂમ પડેલ તેમણે વધુ તપાસ માટે દાહોદ સરકારી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા હતા.

આ મફત ડાયાબિટીસ (સુગર) અને બ્લડપ્રેશર તપાસ કેમ્પ સરકારી હોસ્પિટલના DPC (જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર) શૈલેષભાઈ ભૂરીયા, લેબ ટેકનિશિયન હિતેશભાઇ ભાભોર, કાઉન્સેલર દિનેશભાઇ ભાભોર ડેટા એન્ટ્રી ઓપરેટર રવીભાઈ પરમાર દ્વારા સેવા આપવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: