જાહેરનામાનો ભંગ: ધાનપુરના ભોરવામાં ચાંદલાવિધિમાં 200નું ટોળુ ભેગુ કરનાર સામે ફરિયાદ થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- મોડી રાત સુધી ડી.જે વગાડનાર પણ કાયદાના સકંજામાં ગામડાંઓમાં લગ્નોમાં જામતી ભીડ સામે પોલીસે લાલ આંખ કરી
દાહોદ જિલ્લામાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ ધાનપુર તાલુકાના ભોરવા ગામે ચાંદલા વિધીમાં 200થી વધુ માણસોના ટોળું જોવાતા પોલીસે નિમંત્રક અને ડી.જે.સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોના સંક્રમણના કેસો કુદકેને ભુસકે વધી રહ્યાં છે. અને તેમાંય મૃત્યુ આંકનો ગ્રાફ પણ વધી રહ્યો છે. ખાસ કરીને હાલ લગ્નસરાની મોસમ પુરજોશમાં ચાલી રહી છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લગ્નસરાની સીઝન હોઈ બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગમાં માત્ર 50 વ્યક્તિઓની મંજૂરી આપી છે.
અને તેમાંય લગ્ન પ્રસંગમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત છે. ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામે ચાંદલા વિધિમાં 200થી વધુ માણસોનું ટોળુ અને મોડી રાત્રી સુધી ડી.જે. વગાડવાના ગુનામાં નિમંત્રક અને ડી.જે.સંચાલક વિરૂદ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed