જાલતમાં લઘુશંકા માટે ગયેલા યુવકની મોટરસાઇકલની ચોરી
- બાઇક અને થેલામાં મૂકેલો રૂા.800નો મોબાઇલ સહિત રૂા.35,800ની ચોરી
દિવ્ય ભાસ્કર
Aug 11, 2020, 04:28 AM IST
દાહોદ. મધ્યપ્રદેશને ઝાબુઆ જિલ્લાના પીટોલ ગામના રમેશભાઇ મેડા તા.2જીના રોજ તેના ભાઇના સાળા વિનોદભાઇ વાખલા સાથે પોતાની બાઇક લઇને મોરબીથી પીટોલ તેમના ઘરે જતા હતા. રાત્રીના દાહોદ નજીક જાલત ગામ પાસે રોડની સાઇડમાં ગાડી ઉભી કરી લઘુશંકા માટે રોકાયા હતા. તે દરમિયાન રોડ ઉપરથી તેમની બાઇક તથા તેના ઉપર મુકેલો કપડા અને મોબાઇલ મુકેલો થેલો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. લઘુશંકા કરી પરત ફરતા બાઇક તથા થેલો જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે રમેશભાઇ મેડાએ કતવારા પોલીસ મથકે 35,000ની કિંમતની બાઇક તથા થેલામાં મુકેલો 800ની કિંમતનો મોબાઇલ મળી 35,800ની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed