જાગૃતિનો અભાવ: દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ માટે યુવાનોમાં માત્ર 18.55 % જ રજીસ્ટ્રેશન થઇ શક્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગામડાઓમાં તો રજીસ્ટ્રેશન માટે આરોગ્યકર્મીઓને કામે લગાડવા પડ્યા
  • દાહોદ, દેવગઢ બારીયામાં પણ યુવાનોમાં રજીસ્ટ્રેશન મામલે ઉદાસીનતા

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ યુવાનોના રસીકરણમાં કેટલી સફળતા મળશે તે કહેવું અઘરું છે. કારણ કે હજી સુધી માત્ર 18.55 ટકાનું જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ શક્યુ છે. આ રસીકરણ માટે જાતે રજીસ્ટ્રેશ કરવાનું હોય છે. પરંતુ જન જાગૃત્તિના અભાવે આરોગ્ય વિભાગના કર્મચારીઓને કામે લગાડવા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

યુવાનોના રસીકરણ માટે જાતે જ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે

દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાથી રાહત અનુભવી રહ્યાં છે. કારણ કે નવા પોઝિટિવ કેસ ઘટી રહ્યાં છે અને તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમજ મૃત્યુ આંક પણ ઘટી રહ્યો છે. ત્યારે હવે રસીકરણ જેટલું ઝડપી થાય તેટલી સમસ્યા વધારે હળવી થઇ શકે તેમ છે. જો કે જિલ્લામાં 45 વર્ષ કરતા વધુ વયની વ્યક્તિઓનું જ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ તેની ગતિ ધીમી છે. ગુજરાતમાં માત્ર 10 જિલ્લાઓમાં 18 થી 44 વર્ષના યુવાનોનું રસીકરણ ચાલી રહ્યુ છે. પરંતુ તેના માટેના રજીસ્ટ્રેશનની કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. યુવાનોના રસીકરણ માટે લાભાર્થીએ જાતે જ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.

રજીસ્ટ્રેશન માટે આરોગ્યકર્મીઓને પણ જવાબદારી સુપરત કરવામાં આવી

પરંતુ દાહોદ જિલ્લામાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રજીસ્ટ્રેશન કરાવવામાં જાગૃત્તિ ઓછી છે. તેને કારણે દાહોદ જિલ્લામાં યુવાનોના રસીકરણના રજીસ્ટ્રેશન માટે આરોગ્યકર્મીઓને પણ જવાબદારી સુપરત કરવામાં આવી છે. જેથી તેમના દ્વારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. તો શહેરી વિસ્તારમાં તેમજ ગામડાઓમાં પણ શિક્ષિત યુવાનો જાતે રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યાં છે. જિલ્લામાં આ શ્રેણીમાં રસીકરણનું રજીસ્ટ્રેશન માત્ર 18.55 ટકા જ થઇ શક્યુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: