જવાબદારી: પ્રદેશ ઉપપ્રમુખ પદેથી પડતા મુકાયેલા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના સાંસદ પદે બીજીવાર ચૂંટાયેલા ભાજપના કદાવર આદિવાસી નેતા જસવંતસિંહ ભાભોર અગાઉ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ હતા પરંતુ નવા માળખામાં તેમનો સમાવેશ ન કરાતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. જોકે હવે પ્રદેશ ઉપપ્રમુખ પદેથી હટાવાયાના થોડા જ દિવસો બાદ તેમનો સમાવેશ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવતા તેમના સમર્થકો ગેલમાં આવી ગયા છે.

1955થી 2014 સુધી ધારાસભ્ય પદે ચૂંટાઇના ગુજરાત સરકારમાં મંત્રી રહ્યાં બાદ 2014માં દાહોદના સાંસદ પદે ચૂંટાઇને કેન્દ્ર સરકારમાં આદિજાતિ વિકાસમંત્રી બન્યા હતા. 2019માં ફરી ચૂંટાયા બાદ તેમનો કેબિનેટમાં સમાવેશ કરાયો ન હતો. જોકે હવે તેમને પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવાતા આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીઓ બાદ હોદ્દેદારોની પસંદગીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ વખતે લીડ ઘટી હતી
2014ની મોદી લહેરમા લોકસભાની પ્રથમ ચુંટણીમા જસવંત સિંહ ભાભોર 2.30 લાખની જંગી લીડથી વિજયી થયાહતા. જો કે 2019 ભાજપાના જ માજી સાંસદ બાબુ કટારાએ કોગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા ચુંટણી જંગ સપ્રદ બન્યો હતો. વિજય જસવંત સિંહનો જ થયો હતો પરંતુ લીડ ઘટીને 1.21લાખ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે ગુજરાતની 26 બેઠકમા આ સૌથી ઓછી લીડ હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: