જમીન પચાવી પાડવા કાકા-કાકી પજવતાં કિશોરીની મદદ માટે 181 દોડતાં રાહત

જમીનમાં નામો ચઢાવવા આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો કિશોરી મજુરી કરીને બે ભાઇ-બહેનોનું ગુજરાન ચલાવે છે …

  • Dahod - જમીન પચાવી પાડવા કાકા-કાકી પજવતાં કિશોરીની મદદ માટે 181 દોડતાં રાહત

    ઝાલોદ તાલુકાના એક ગામમાં જમીન પચાવી પાડવા માટે સગા કાકા-કાકી પજવતા હોવાથી કિશોરીએ મહિલા હેલ્પ 181ની મદદ માંગી હતી. કિશોરીની મદદે રેસ્ક્યુવાન ધસી જતાં કાકા-કાકી ફરાર થઇ ગયા હતાં. જમીનમાં નામ દાખલ કરાવવા સાથે પોલીસ રક્ષણ માટે આગેવાનોનો સંપર્ક કરાવી આવતાં કિશોરીને રાહત થઇ હતી.

    દાહોદ જિલ્લાના ઝાલોદ નજીકના એક ગામમાં 17 વર્ષિય કિશોરીના માતા-પિતાનું 25 વર્ષ પહેલાં નિધન થઇ ગયું હતું. આ કિશોરી ેના બે ભાઇ-બહેનનું મજુરી કામ કરીને ગુજરાન ચલાવતી હતી. ભાઇ-બહેનો પિતાએ બનાવેલ મકાનમાં રહે છે પરંતુ તેના કાકા અને કાકી તેમજ તેમનો દિકરો જમીન પચાવી પાડવાના ઇરાદે અવાર-નવાર તકરાર કરીને ગામ છોડી દેવા માટે દબાણ કરતાં હતાં. આ બાબતથી કંટાળેલી કિશોરીને મહિલા હેલ્પ લાઇન 181નો સંપર્ક કર્યો હતો. આ બાબતની જાણ થતાં રેસ્ક્યુ વાન કિશોરીની મદદે જતાં કાકા-કાકી નાસી છુટ્યા હતાં. 181 વાન સાથે ગયેલા કાઉન્સિલરોએ …અનુસંધાન પાના નં.2

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: