જમીન ખેડવા મુદ્દે બોલાચાલી કરી દાતરડંુ મારતાં એકને ઇજા

  • જમીન અમારી છે કહી બે સાથે મારામારી : 4 વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ તાલુકાના બોરવાણી ગામના પાંગળાભાઇ ધારજીભાઇ ડામોર અને તેમનો છોકરો દિનેશ તેમજ ભાઇ સુરેશભાઇ ધારજીભાઇ ડામોર અને કુટુંબી ભાઇ સબુંભાઇ હવસીંગભાઇ ડામોર ગઇકાલે સવારના સમયે ખેતરમાં નીંદવા ગયા હતા. ત્યારે બપોરના સમયે ગામના શનુ કાનજી બારીયા, ચેના લાલજી બારીયા, ગવલા પુનિયા બારીયા તથા રાજુ લાલજી બારીયા ગાળો બોલતા તેમની પાસે ખેતરમાં આવી ગાળો બોલતા આપતા હતા. જેથી તેઓને ગાળો કેમ બોલો છો તેમ કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આ જમીન અમારી છે તમોને ખેતી નહી કરવા દઇએ તેમ કહેતા સુરેશભાઇએ જણાવેલ કે

આ જમીન અમો વર્ષોથી ખેડીએ છીએ તમે તમારી જમીન ખેડો તેમ કહેતા ચારેય જણા ઝપાઝપી કરવા લાગ્યા હતા અને શનુ કાનજી બારીયાએ તેના હાથમાનુ દાતરડું સુરેશભાઇના ગળાના ભાગે મારી દેતા ઘસરકો થઇ જતાં ચામડી ફાટી લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ બાકીના ત્રણેયે દિનેશભાઇ તથા સબુંભાઇને માર માર્યો હતો. હુમલાખોરો મોતની ધમકી આપીને જતા રહ્યા હતા. આ સંદર્ભે પાંગળાભાઇ ધારજીભાઇ ડામોર દાહોદ તાલુકા પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: