જમીનમાં ભાગ કેમ નથી આપતા કહી 3ને માર માર્યો, બે મહિલા સહિત ત્રણને માર માર્યો

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સાગટાળા પોલીસ મથકે ફરિયાદ

દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામમાં તમે અમારા બાપ દાદાની જમીનનો ભાગ અમને કેમ આપતા નથી તેમ કહી રણજીતભાઇ બળવંતભાઇ ડાયરા હાથમાં લાકડી લઇ ગામમાં રહેતા સંજયકુમાર મહેન્દ્રભાઇ ડાયરાના ઘરે જઇ ગાળો બોલતો હતો. જેથી સંજયકુમારની બહેને તેને ગાળો બોલવાની ના પાડતાં રણજીત એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથ રહેલી લાકડી સંજયકુમારની બહેનને માથામાં મારી ચામડી ફાટી નાખી લોહી લુહાણ કરી દીધી હતી. તેમજ શરીરે બરડાના ભાગે લાકડીના ફટકા મારી તેમજ વાળ પકડી ખેંચી માર મારતો હતો.

આ દરમિયાન સંજયકુમાર તથા તેની માતા વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ લાકડીથી માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે સંજયકુમારે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: