છોકરીના નિકાલ મામલે બે યુવકોનું અપહરણ, હુમલો

ઝાલોદ તા.ના છાયણ ગામના વ્હોરા ફળિયામાં રહેતી શીતલબેન નામની છોકરી નિકાલ થયો ન હતો. આ બાબતની અદાવત રાખીને સવારે સાડા…

  • Dahod - છોકરીના નિકાલ મામલે બે યુવકોનું અપહરણ, હુમલો

    ઝાલોદ તા.ના છાયણ ગામના વ્હોરા ફળિયામાં રહેતી શીતલબેન નામની છોકરી નિકાલ થયો ન હતો. આ બાબતની અદાવત રાખીને સવારે સાડા આઠ વાગ્યાના સુમારે છાયણ ગામના વ્હોરા ફળિયાના ભરતભાઇ નિસરતા, જાલમસિંહ નિસરતા, હીરાભાઇ નિસરતા, કમલેશભાઇ નિસરતા, સજ્જનસિંહ પરમાર, મહેશભાઇ નિસરતા, સુનીલભાઇ નિસરતા, નૂરજીભાઇ નિસરતા તથા લીંબાભાઇ નિસરતાએ ભેગા મળીને ગામના પટેલ ફળિયામાં રહેતા છોકરા પક્ષના જવસીંગભાઇ પારસીંગભાઇ ભુરીયાના ઘરે ધસી ગયા હતાં. મોતની ધમકી આપીને જવસીંગભાઇ ભુરીયા તથા રતનસીંગ વીરસીંગનું અપહરણ કરી ગયા હતાં. આ સાથે ભરતભાઇ નિસરતાએ હાથમાxનુ ધારીયુ જવસીંગભાઇ ભુરીયાને જમણા હાથના કાંડાના ભાગે મારી ઇજા કરી હતી. આ સાથે રતનસીંગને ગાળો આપી ગડદાપાટુનો મારામારી ઇજાઓ કરી ધિંગાણું કર્યું હતું. આ મામલે જવસિંગભાઇની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: