છેતરપિંડી: વાનપ્રસ્થાનમાં સંસાર માંડવાનું સપનું જોતા દાહોદના પ્રૌઢને રાજસ્થાનની મહિલા સહિત 4 જણે 49 લાખમાં નવડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • જીવનસાથી શોધી આપવાની લાલચ આપી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ

દાહોદના પ્રાૈઢે લગ્ન વિષયકની જાહેરાત જોઇ એક મહિલા સહિત ચાર લોકોએ તેમાં આપેલા ફોન નંબર આધારે સંપર્ક કરતા સારી છોકરી સાથે લગ્ન કરવાની લાલચ અાપી અલગ અલગ બેન્કના ખાતામાં 49 લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ચાર જણે ભેગા મળી કાવતરું રચ્યું
દાહોદની નવજીવન મીલ-2 પાસે આવેલ સ્વસ્તીક સોસાયટીમાં રહેતા 59 વર્ષીય મનોજકુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબીએ જીવનસાથીની ઈચ્છા ધરાવતી સ્ત્રીની જાહેરાત આપતાં રાજસ્થાનના અલવર જિલ્લાના કીશનગઢ તાલુકાના મનછાકા બાસ ગામના અનિતા ચૌધરી, સાહીર મોહંમદ નુરૂદીન, તૌફીકખાન નુરૂદીન તથા દિલીપ યાદવ એમ ચારે જણાએ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી નાખ્યું હતું. ત્યાર બાદ અનિતા ચૌધરીએ પોતોના મોબાઇલ નંબરથી દાહોદના મનોજકુમાર સલુજાનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી લગ્ન કરવાનો વિશ્વાસ અને પાકો ભરોસો આપ્યો હતો.

અલગ અલગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા
22-7-2016થી 18-12-2019 દરમિયાન તેના ત્રણ જેટલા બેન્ક એકાઉન્ટ ખાતામાં અલગ અલગ તારીખે કુલ રૂપિયા 48. 59 લાખ મનોજ કુમાર સલુજા પાસેથી ટ્રાન્સફર કરાવી લીધા બાદ 50 હજાર રૂપિયા લઇને કોટા બોલાવતા તેઓ ત્યાં જતા દિલીપ યાદવના વ્યક્તિ તેને રેલવે સ્ટેશનથી એક હોટલામાં લઇ ગયો હતો અને રૂપિયા લઇને આવ્યા છો તે મને આપી દો હુ થોડાક જ સમયમાં મારી બેનને ગુજરાત દાહોદમાં તમારા ઘરે મોકલી આપીશ. બન્નેના પરિવારના માણસો ભેગા થઇ તમારા લગ્ન કરાવી દઇશુ તેમ કહેતા 50 હજાર રૂપિયા તેને આપી દીધા હતા.

અા તમામ નાણાં સાહીર મોહંમદ નરૂદીન તથા તૌફીકખાન નુરૂદીનના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી તે નાણાં અલવર ખાતેથી ઓનલાઈન ખરીદી તથા એટીએમાં વિડ્રોલ કર્યા હતા અને રૂા. 49.09 લાખ મોટી રકમ પડાવી લઈ રાજસ્થાનની મહિલાએ લગ્ન ન કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. આ સંદર્ભે મનોજકુમાર સીલુજાએ પંચમહાલ રેન્જ આઇ.જી.ને અરજી આપતાં અરજીના આધારે તપાસ કરી ગુનો રજીસ્ટર કરવા હુકમ કરતા દાહોદ ટાઉન પોલીસે રાજસ્થાનના એક મહિલા સહિત ચાર જણા વિરૂદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત તથા આઈટી એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: