છેતરપિંડી: ‘પૈસા તો બનેગા’ નામનુ સોશિયલ મીડિયા ગૃપ બનાવી રોજના રુ.1100ની લાલચ આપી 20 હજાર પડાવી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • રુપિયા 20 હજારના માત્ર 3300 આપી 16 હજાર 300 ગઠિયો ચયાઉ કરી ગયો

દેવગઢ બારીઆ તાલુકાના કાળીયા કુવા ગામે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાળીયાકુવા ગામે રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં એક ગૃપ જોઇન કર્યું હતું. જે ગ્રૃપના એડમીન દ્વારા ગ્રૃપમાં રુપિયા 20 હજાર જમા કરાવવા કહ્યું હતું અને આ નાણાં મુદ્દત સહિત પરત કરી આપવા પણ જણાવ્યું હતું. આ બાદ કાળીયાકુવા ગામના યુવકે ગ્રૃપ એડમીનના બેંક ખાતામાં ઓનલાઇન એપ્લિકેશન મારફતે રુપિયા 20 હજાર ટ્રાન્સફર કર્યા બાદ ગ્રૃપ એડમીને માત્ર 3300 પરત કરી બાકીના 16 હજાર 700 પરત ન કરી અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતાં આ મામલે પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ યુવકે સાગટાળા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સોશિયલ મીડિયા એક માધ્યમના ગ્રૃપના એડમીન જોગેશ શ્રીકૃષ્ણા વિશ્વકર્મા (ઉર્ફે યોગેશ, નામ, ઠામ જણાવેલ નથી) દ્વારા ‘પૈસા તો બનેગા સ્ક્રિન શોટ’ નામનું ગ્રૃપ બનાવ્યું હતું. આ ગ્રૃપમાં આ એડમીન દ્વારા રૂ.20 હજાર જમા કરાવો એટલે ઈન્વેસ્ટ કરવા તેના બદલામાં, દરરોજ 1100 રૂપીયા આપીશુ અને જ્યારે પૈસા જોઈતાં હશે ત્યારે મુદ્દલ સહિત તે પૈસા પણ પરત મળી જશે.

ઉપરાંત તમારા રુપિયા 20 હજાર સુરક્ષિત રહેશે અને આ સ્કીમ જ્યારે છોડવા માંગતા હોય ત્યારે પૈસા પણ પાછા મળી જશે તેવો ગ્રૃપમાં મેસેજ છોડ્યો હતો .એડમીને પોતાનું બેંક એકાઉન્ટ અને આઈ.એફ.સી. કોડ પણ આપ્યો હતો અને તે ખાતામાં પૈસા નાંખવા જણાવ્યું હતું. આ બાદ આ ગ્રૃપમાં મેમ્બર તરીકે કાળીયાકુવા ગામે નિશાળ ફળિયામાં રહેતો મિતુલકુમાર કિશોરસિંગ બારીયાઆ લોભામણી જાહેરાતમાં આવી ગયો હતો અને તેને ઓનલાઇન એપ્લિકેશન આ યોગેશ નામના ગ્રૃપ એડમીનના ખાતામાં રૂ.20 હજાર ટ્રાન્ફર કરી દીધાં હતાં.

ગ્રૃપ એડમીન યોગેશ દ્વારા મિતુલકુમારને 3300 પરત કરી દીધાં હતાં પરંતુ ત્યાર બાકીના રૂ 16 હજાર 700 માટે મામલે મિતુલકુમાર અવાર નવાર યોગેશને ફોન તેમજ મેસેજ કરતાં કોઈ પ્રતિ ઉત્તર મળ્યો ન હતો અને આખરે યોગેશ દ્વારા પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારે આ સંબંધે કાળીયાકુવા ગામના મિતુલકુમાર દ્વારા આ સંબંધે પોતાની સાથે વિશ્વાસ ઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ લઈ સાગટાળા પોલીસ મથકે પહોંચતાં આ સંબંધે સાગટાળા પોલીસે ઉપરોક્ત ગ્રૃપ એડમીન વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: