છેતરપિંડી: દાહોદમાં બીજાના નામનો ફ્લેટ વેચી વૃદ્ધા સાથે 12 લાખ રૂપિયાની ઠગાઇ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં પંચમુખી હનુમાન મંદીર સામે આવેલા એપાર્ટમેન્ટમાં અન્યને વેચી નખાયેલા ફ્લેટ મહિલાને પણ 12 લાખમાં પધરાવી દઇને છેતરપિંડી આચરી હતી. આ મામલે વૃદ્ધ મહિલાએ બિલ્ડર સાથે તેની પત્ની સામે પણ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 12 લાખની છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના ગોવિંદનગરમાં રહેતાં 63 વર્ષિય આશાબેન કમલેશભાઇ શાહને ફ્લેટ લેવાનો હોવાથી જમીન-મકાનની લે-વેચ કરતાં બિલ્ડર અને શહેરની કલ્યાણ સોસાયટીમાં રહેતાં રાજેશ કૃષ્ણકાંત ગાંધીનો સંપર્ક કર્યો હતો. 24 જાન્યુઆરી 2018ના રોજ નિર્માણ રીયાલીટી દાહોદના વહીવટ કર્તાના ભાગીદાર રાજેશ ગાંધી અને નીલીમાબેન ગાંધીના ભાગમાં આવેલા શહેર નજીક આવેલા પંચમુખી હનુમાનજી મંદીરની સામેના ભાગમાં શિવાન્તા એપાર્ટમેન્ટ નામથી ફ્લેટ નંબર 301 પોતાનો હોવાનું હોવાનું જણાવી 12 લાખમાં વેચવાનું નક્કી કર્યુ હતું. આશાબેને 6 લાખનો ચેક અને 6 લખ રોકડા આપતા 24 જાન્યુ. 2018ના રોજ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો.

રેવન્યુ રેકર્ડ આધારે નામ દાખલ કરવાની કાર્યવાહી કરતાં આ ફ્લેટ વિવેક બાબુલાલ ખંડેલવાની માલિકીનો હોવાનું જણાયુ હતું. સાચી વાતની જાણ થતાં આશાબેને તેમણે આપેલા પૈસાની માગણી કરવા તેમના ઘરે ગયા હતાં. ત્યારે રાજેશ અને પત્ની નીલીમાએ ઝઘડો કરીને આવા કાંડનો મે બહુ કરી નાખ્યા છે, જે થાય તે કરી લો, પૈસા પાછા નહીં મળે કહ્યુ હતું. આ સાથે નીલીમાએ પણ અપશબ્દો બોલ્યા હતાં. અમારા પાસે ઘણા ગુંડા છે ,મરાવી નાખીશુ તેવી ધમકી પણ રાજેશે આપી હોવાનું આશાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું. પૂર્વ આયોજન કરીને છેતરપીંડી આચરાઇ હોવા અંગે આશાબેને દાહોદ તાલુકા પોલીસ મથકે રાજેશ અને નીલીમાબેને સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: