છેતરપિંડી: દાહોદમાં આર્મીમાં હોવાનું કહી આઇપેડ ખરીદવાનું જણાવી રૂ. 41 હજારની ઠગાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • ઓનલાઇન ક્યુઆર કોડ મોકલી 41 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
  • યુવકે ઓનલાઇન આઇપેડ વેચવા જાહેરાત આપતાં ગઠિયો છેતરી ગયો

આર્મીમાં નોકરી કરતો હોવાનું કહી આઇપેડ ખરીદવાનો ભરોસો આપી દાહોદના યુવક સાથે ઓનલાઇન ક્યુઆર કોડ મોકલી 41 હજાર રૂપિયા ટ્રાન્ફર કરી ઠગાઇ કરતાં દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં રહેતા મહમદ શબ્બીરભાઇ પોપટ (વ્હોરા) પોતાના વોટ્સએપ મોબાઇલ નંબર ઉપર ઓનલાઇન આઇપેડ વેચવા માટે એડવર્ટાઇઝ આપી હતી. જેના આધારે નીતિનકુમાર નામના વ્યક્તિએ ફોન ઉપર સંપર્ક કરી આર્મીમાં નોકરી કરતો હોવાનું જણાવી આઇપેડ લેવાનું છે તેવી વાત કરતાં બન્ને વચ્ચે ઓળખાણ થઇ હતી.

બન્ને વચ્ચે આઇપેડના ભાવ બાબતે વાતચતી થઇ હતી. જેમાં એક આઇપેડના 22 હજારનું બીલ થશે તેમ કહેતા નીતિનકુમારે ઇન્ટરનેટ પેટીએમ દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી આપીશુ કહી ક્યુઆર કોડ મોકલી આપું છું, સ્કેન કરી લેજો એટલે તમારા ખાતામાં રૂપિયા આવી જશે. જેથી મહમદભાઇએ મોબાઇલ ઉપર આવેલા ક્યુઆર કોડ સ્કેન કરતાં રૂપિયા ખાતામાં જમા થયા ન હતા.

પરંતુ મહમદભાઇના ખાતામાંથી થોડા થોડા સમયમાં પેટીએમ ઓનલાઇન દ્વારા 41,000 રૂપિયા ટ્રાન્ઝેક્સન કરી લીધા હતા. આમ આર્મીમાં નોકરી કરતો હોવાનું જણાવી આઇપેડ ખરીદવાનો ભરોસો આપી આર્થિક નુકસાન કરી છેતરપીંડી કરી વિશ્વાસની ઠગાઇ કરતાં મહમદ શબ્બીરભાઇ પોપટ (વ્હોરા)એ સાઇબરક્રાઇમાં ઓનલાઇન અરજી કરી હતી. તેમજ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: