છેડતી: દાહોદ તાલુકામાં બે બહેનો સાથે શારીરિક અડપલાં કરનાર 2 ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • તરુણીઓ ઉપર નજર બગાડી બંનેએ અજુગતી માગણી કરી
  • બંને આરોપી ગામના જ, દીકરીઓની ઉંમર 15 અને 11 વર્ષ

દાહોદ તાલુકાના એક ગામમાં કુદરતી હાજતે ગયેલા બે તરૂણીઓ ઉપર નજર બગાડીને યુવકોએ તેમની સાથે બળપૂર્વક શારીરિક અડપલા કર્યા હતાં. બંનેની બૂમાબૂમ સાંભળી ઘરના લોકો દોડી આવતાં બંને યુવક ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકાના એક ગામમાં રહેતી 15 અને 11 વર્ષની ઉમરની બે સગી બહેનો રાતના સમયે કુદરતી હાજતે ગઇ હતી. ત્યારે તેમના ગામમાં જ રહેતાં પ્રકાશભાઈ બાપુભાઈ ભુરીયા તથા ઉનાશભાઈ ખુમાનભાઈ ભુરીયા ત્યાં ધસી ગયા હતાં.

તરૂણીઓ ઉપર નજર બગાડીને બંનેએ તેમની પાસે અજુગતી માગણી કરી હતી. જોકે, તરૂણીઓએ આ બાબતનો વિરોધ કરતાં બંનેએ તેમને જમીન ઉપર પાડીને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતાં. પોતાના બચાવ માટે તરૂણીઓએ બૂમાબૂમ કરી મુકતાં પરિવારના લોકો દોડી આવ્યા હતાં. આ જોઇને બંને ફરાર થઇ ગયા હતાં. ઘટના અંગે કતવારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: