છાપરીની ખજૂરી પ્રા. શાળામાં ગાંધી જયંતિની ઉજવણી થઇ

Dahod - છાપરીની ખજૂરી પ્રા. શાળામાં ગાંધી જયંતિની ઉજવણી થઇ

+7બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ. દાહોદ તાલુકા છાપરી પે સેન્ટરની ખજૂરી પ્રા.શાળામાં તા.2 ઓક્ટોબરે ગાંધીજીની 150 મી જન્મજયંતિના સવારે પ્રભાતફેરી બાદ પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને ફુલહાર દ્વારા પૂજન કરવામાં હતું. બાદમાં તા. 4 ઓક્ટોબરે બપોરે 2 કલાકે GCERT દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અને કલા ઉત્સવ સંદર્ભે શાળા કક્ષાની વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 40 બાળકોએ ભાગ લીધો હતો. સપર્ધામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા.

દાહોદની ગુર્જર ભારતી સંચાલિત કોલેજોની ગાંધી જયંતિ નિમિત્તે ક્વીઝ કોમ્પિટીશન યોજાઇ

દાહોદ. ગુર્જર ભારતી દાહોદ સંચાલિત ગુર્જર બી.એડ.કોલેજ નગરાળા, શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદ, સાયન્સ કોલેજ નગરાળા તથા એમ.એસ.ડબલ્યુ કોલેજ, નગરાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મહાત્મા ગાંધીજીના જીવનદર્શન, સ્વતંત્રતા આંદોલનો, સામાજિક સુધારણા અને શિક્ષણમાં તેમનું યોગદાન અંગેની ક્વીઝ કોમ્પીટીશન નગરાળા મુકામે ગુર્જર ભારતી શૈક્ષણિક સંકુલમાં યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંકુલ નિયામક હિતેન્દ્રભાઇ રણા તથા ગુર્જર ભારતી સંચાલિત કોલેજના પ્રિન્સીપાલ અને સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મોટા નટવા ખાતે ગાંધી જયંતિ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ

મોટા નટવા ખાતે ગુરૂ ગોવિંદની ધુણી પરિસરમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ગામના આગેવાનોએ અને શ્રધ્ધાળુઓએ હાજર રહી વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.

હાલોલમાં શ્રી વલ્લભાખ્યાન રસપાન મહોત્સવનું આયોજન

હાલોલ. હાલોલ બસ સ્ટેન્ડ સામે શ્રી વલ્લભધામ અયોધ્યાપુરી ખાતે આગામી તા.5 થી 9 ઓકટોબર સુધી શ્રી વલ્લભાખ્યાન રસપાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની તડામાર તૈયારીઓ શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ તથા હાલોલ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો દ્વારા કરવામાં આવી રહી છે. આવનાર અમૂલ્ય અવસરને લઇ વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.હાલોલના શ્રી કૃષ્ણ સત્સંગ મંડળને 70 વર્ષ થતા શ્રી કૃષ્ણ સત્સંગ મંડળ તથા હાલોલના વૈષ્ણવોના સહકારથી હાલોલના બસ સ્ટેન્ડ સામે શ્રી વલ્લભધામ અયોધ્યાપુરી ખાતે તા.5 થી 9 ઓકટોબર સુધી પાંચ દિવસીય શ્રી વલ્લભાખ્યાનનું રસપાન કડી અમદાવાદના વૈષ્ણવાચાર્ય શ્રી ધ્વારકેશલાલજી મહોદયશ્રી પોતાની આગમી શૈલીમાં વૈષ્ણવોને રસપાન કરાવશે.

ધાનપુર તાલુકાના મોટીમલુની ખો-ખો ટીમ જિ.માં પ્રથમ સ્થાને

ધાનપુર તાલુકાના મોટીમલુ ખેડાફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભ અંતર્ગત નેલસુર મુકામે યોજાઈ ગયો જેમાં આ પ્રાથમિક શાળાની બહેનો અંડર૧૪ માં જિલ્લા કક્ષાએ વિજેતા બની પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે વિજેતા ટીમને શાળાના આચાર્ય તેમજ ગામલોકોએ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

ચેસની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લામાં ગૌરવ વધાર્યુ

ગોધરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં અમન ડે સ્કુલમાં ધો.8ની ચૌહાણ વિધી પરેશકુમારે 14 વર્ષની નીચેના વય જુથમાં બહેનોની ચેસ સ્પર્ધામાં પ્રથમ આંક મેળવીને વિજેતા બની હતી.જિલ્લાના રમતગમત અધીકારીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

કન્ઝુમર્સ એક્ટીવીસ્ટોની ત્રીજી રાષ્ટ્રીય કાર્યશાળામાં ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ભાગ લીધો

દાહોદ. ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતા એક્ટીવીસ્ટોની ત્રીજી રાષ્ટ્રીય કાર્યશાળા રાજસ્થાનના જયપુર મુકામે તા.24, 25 ઓક્ટોબરના રોજ બે દિવસ માટે યોજવામાં આવી હતી. કાર્યશાળામાં ગ્રાહક સુરક્ષાના અમલ માટે પડતી મુશ્કેલીઓ, ગ્રાહક કાયદો, કન્ઝુમર્સ ચાર્ટર, રાજ્ય અને ભારત સરકાર દ્વારા કન્ઝુમર્સ એક્ટીવીસ્ટોની સુરક્ષા, ગ્રાહક જાગૃતિ અંગેની વિસ્તૃત ચર્ચા થઇ હતી. સી.સી.આઇ.ના પ્રમુખ ડો. અનંત શર્માની આગેવાનીમાં આગામી વર્ષમાં ગ્રાહક સુરક્ષા પ્રવૃતિના અમલ માટેના કાર્યક્રમોની ઘોષણા કરવામાં આ‌વી હતી. ગુજરાત રાજ્યમાંથી સી.સી.આઇ. પ્રિતીબેન જોષીની આગેવાની હેઠળ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતાં 30 આગેવાનોએ ભાગ લીધો હતો. ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદના પ્રમુખે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા કાર્યશાળામાં ગ્રાહક સુરક્ષા મંડળની પ્રવૃત્તિઓમાં પડતી મુશ્કેલીઓ, ગ્રાહક સુરક્ષા કોર્ટોની નબળી કામગીરી, અનિયમિત ચાલતી ગ્રાહક કોર્ટો, રાજ્ય અને રાષ્ટ્રીય વહીવટીતંત્ર દ્વારા રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કઇ કઇ રીતે ગ્રાહક સુરક્ષા માટે કામ કરી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરી હતી.

મહિસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ માં પ્રથમ નંબરે

વિરણીયા પ્રાથમિક શાળાની અંડર 14 ની છોકરીયોની કબડ્ડીની ટીમ મહિસાગર જીલ્લામાં ખેલ મહાકુંભ માં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.₹36000/- પુરસ્કાર મળેલ છે. ટીમ હવે રાજ્ય કક્ષાએ મહિસાગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ટીમ મેનેજર પટેલ પિન્કેશકુમાર કોચ ગોહિલ કુલદીપસિંહ વી.એ વિજેતા વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા..

રામપુરા દ્વારા રકતદાન શિબિર યોજવામાં આવી

ગાંધી જયંતિ નિમિત્તે પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ રામપુરા દ્વારા સરયુવિલા સોસાયટી ખાતે સ્વેચ્છીક રકતદાન કેમ્પ અને સ્વાઇન ફલુ પ્રતિરોધક હોમિયોપેથિક દવાનો ડોઝ આપવાનો કેમ્પ રાખવામાંઆવ્યો હતો.

દાહોદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ 24 ઓકટો.

દાહોદ. દાહોદ જિલ્લાના પ્રજાજનોને જાણ કરવાની કે, પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષપદે તથા ચોથા બુધવારે મામલતદારની કચેરીમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સદર કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક અને સેવા વિષયક સિવાયના કામોના નિકાલ સંબંધિત કચેરીમાં ન થતા હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહે ઓકટોમ્બર-૨૦૧૮ ના તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૪/૧૦/૨૦૧૮ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે આઠ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલ છે

આજે રૂપાખેડા ખાતે રાત્રી ગ્રામ સભા યોજાશે

દાહોદ. રાજય સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા મળી રહે અને તેનો ચોકકસ નિકાલ આવે તે માટે રાત્રિ ગ્રામ સભાનું સમયાંતરે આયોજન થઇ રહયું છે. તા.૫ ના રોજ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ખાતે જિલ્લા કલેકટર વિજયકુમાર ખરાડીના અધ્યક્ષસ્થાને રાત્રિ ગ્રામ સભા યોજાશે.

સંજેલીની ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં ગાંધીજયંતિની ઉજવણી કરાઇ

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંજેલી સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં તા.2 ઓક્ટોબરના રોજ 150મી ગાંધી બાપુની જન્મ જયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગનો સંચાલક મકવાણા દિલીપકુમાર એમ.ના માર્ગદર્શન મુજબ સર્વધર્મ પ્રાર્થના અને સફાઇ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજીના જીવન વિશે વિશેષ સમજ આપી સાદુ જીવન ઉચ્ચ વિચારની ભાવનાથી જીવવાની સમજ આપી હતી.

બાવકા માધ્યમિક શાળામાં વિદ્યાર્થી નશાબંધી અંગે વકૃત્વ સ્પર્ધા યોજાઇ

ગરબાડા. નશાબંધી અને આબકારી જિલ્લા કચેરી દાહોદ અને ડો. આંબેડકર સાર્વજનિક યુવક મંડળ જેસાવાડાના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શાળા બાવકામાં નશાબંધી અંગે વિદ્યાર્થી વકૃત્વ નિબંધ સ્પર્ધા ભુતવડ શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન આંબેડકર સાર્વજનિક યુવક મંડળના યુવા પ્રમુખ પ્રિતેશ ચાવડાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. શાળામાંથી ધો.9 થી 12ના 27 વિદ્યાર્થીઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો જ્યારે 15 વિદ્યાર્થીઓએ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો જેમાંથી પ્રથમ ત્રણ ક્રમે વિજેતાને સંસ્થા તરફથી પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભૂતવડ શાળાના આચાર્યએ ઉપસ્થિત બાળકોને દારૂ, બીડી, ભાંગ, ગાંજો, ચૂટકી, પાન, ગુટખા જેવી નશીલી વસ્તુઓનો ત્યાગ કરી તંદુરસ્ત સમાજ બને તેવી વિનંતી કરી હતી.

રાજનપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા. તેમજ સ્વચ્છતા રેલી

૨ ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે કડાણા તાલુકાના રાજનપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા. તેમજ સ્વચ્છતા રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય. સી.આર.સી તેમજ શિક્ષકો દ્વારા બાળકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી મો મીઠું કરાવવા મા આવ્યું હતુ

મુનપુર કોલેજના છાત્રોે ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં ગૌરવ વધાર્યું

દિવડાકોલોની : કે.સી.જી દ્વારા મહાત્મા ગાંધી પર આયોજિત ઓન લાઈન ક્વિઝ સ્પધૉ 2018માં મુનપુર કોલેજના વિદ્યાર્થી સુકાની જીગર એ સમગ્ર રાજ્યમાં 16 મા ક્રમે અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.તેમજ માછી પ્રવિણ એ રાજયમાં 27મો ક્રમ અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માં દ્વિતીય ક્રમ મેળવેલ છે.

તમારા સમાજ – સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની – મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી અથવા નિચેના સરનામા પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbdahod@gmail.com દાહોદ બ્યુરો અોિફસ ઃ શિતલા માતા મંદિર રોડ, સ્ટેશન રોડ, દાહોદ

dbgodhra@gmail.com

ગોધરા બ્યુરો અોિફસ ઃ કુમકુમ કોમ્પલેક્સ, IIFLની ઉપર, ઉન્નતિ સ્કુલ પાસે, કલાલ દરવાજા, ગોધરા






Related News

Comments are Closed

%d bloggers like this: