છરછોડામાં લૂંટારૂઓનો પ્રતિકાર કરનારી મહિલાને દાતરડુ ઝીંકીને દાગીનાની લૂંટ

પતિ સાથે મોટર સાઇકલ ઉપર દાહોદ આવી રહી હતી કુખ્યાત પંકેશ કાણીયા સહિતના લૂંટારૂઓનું કૃત્ય

  • Dahod - છરછોડામાં લૂંટારૂઓનો પ્રતિકાર કરનારી મહિલાને દાતરડુ ઝીંકીને દાગીનાની લૂંટ

    ધાનપુર તાલુકાના આમલી મેનપુરથી દાહોદ મોટર સાઇકલ આવતાં દંપતિને રોકીને 43 હજાર રૂપિયાના દાગીનાની લુંટ કરવામાં આવી હતી. આ વખતે પ્રતિકાર કરનારી મહિલાના હાથ ઉપર દાતરડુ ઝીંકીને ઘાયલ કરાઇ હતી સાથે પતિને પણ માર મારવામાં આવ્યો હતો. આ લુંટ મામલે કુખ્યાત પંકેશ કાણીયા સહિતના લુટારુઓ સામે જેસાવાડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

    ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના પ્રજ્ઞેશભાઇ ભુરિયા પોતાના પત્ની વીણાબેન સાથે મોટર સાઇકલ ઉપર દાહોદ કામ અર્થે આવી રહ્યા હતાં.ત્યારે સાંજના 5.30 વાગ્યાના અરસામાં મોટર સાઇકલ ઉપર આવેલા આમલી મેનપુર ગામના જ કુખ્યાત લુટારુ પંકેશ ઉર્ફે કાણીયો મથુર પલાસ સહિતના ત્રણ લુટારુઓએ ઓવરટેક કરીને પ્રજ્ઞેશભાઇની મોટર સાઇકલ રોકી હતી. વીણાબેને પહેરેલા દાગીના લુટવાનો પ્રયાસ કરતાં તેમણે પ્રતિકાર કર્યો હતો. ત્યારે હાથ ઉપર દાતરડુ મારીને ઘાયલ કરીને સોનાની બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, સોનાનો દોરો, મોબાઇલ અને રોકડા રૂપિયા 1500 મળીને 43300 રૂપિયાનો મુદ્દામાલ લુટ્યો હતો. આ વખતે પ્રજ્ઞેશભાઇને પણ માર મારવામાં આવ્યો હતો.

    આ બનાવ અંગે પ્રજ્ઞાબેનની ફરિયાદના આધારે જેસાવાડા પોલીસે લુંટ સબંધિ ગુનો દાખલ કરીને લુટારુઓની શોધખોળ શરૂ કરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: