છબરડાં: લીમડીના 72 વર્ષીય મહિલાના અવસાનના દોઢ મહિના બાદ વેક્સિનેશનનો મેસેજ આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસ્વીર - Divya Bhaskar

ફાઇલ તસ્વીર

  • દાહોદના મૃતક વૃદ્ધને રસીકરણના મેસેજ બાદ સોમવારે પણ વધુ છબરડાં બહાર આવ્યા: તપાસ કરવા લોકમાગ

દાહોદ જિલ્લામાં કોરોના વેકસીનેશન બાબતે એક દાયકા પૂર્વે અવસાન પામનાર દાહોદના 92 વર્ષિય વૃદ્ધને રસીકરણ થયું હોવાના મેસેજ બાદ સોમવારે પણ અનેક વધુ છબરડાઓ સામે આવ્યા છે.રસીકરણનો ટાર્ગેટ પુરો કરવા ચાલી રહેલા ગોટાળા અંતર્ગત દાહોદના એક બાળરોગ વિશેષજ્ઞ તબીબે તારીખ 13 માર્ચે રસીનો બીજો ડોઝ લીધા બાદ સર્ટીફિકેટ પણ આવી ગયાના અઢી મહિના બાદ તેમને રસીકરણનો ડોઝ લીધો હોવાનો મેસેજ આવતા ટાર્ગેટ પુરો કરવાની આ પદ્ધતિ માટે દાહોદ શહેર સહિત જિલ્લામાં વિવિધ ચર્ચાઓનો દોર ચાલ્યો છે.

આ સાથે જ રસીકરણનો બીજો ડોઝ બે-ત્રણ માસ અગાઉ જ લઇ ચૂકેલા દાહોદ શહેરના 100 જેટલા લોકો સહિત જિલ્લામાં અનેક લોકોને આ મે માસની અંતિમ તારીખે રસીનો ડોઝ તારીખ 31 મેના રોજ જે તે સમયે લીધો હોવાના મેસેજ આવતા સહુમાં આશ્ચર્ય ફેલાયું છે. આ સાથે જ લીમડીના 72 વર્ષીય મહિલા મધુબેન રમેશચંદ્ર શર્માના અવસાનના દોઢ મહિના બાદ તેમના સ્વજનો ઉપર આ પ્રકારનો ‘સેકન્ડ ડોઝ વેકસીનેશન સક્સેસફુલ’નો મેસેજ આવતા સહુ તંત્રની આવી હરકતથી સ્તબ્ધ થઈ જવા પામ્યા છે.

દોઢ મહીના અગાઉ જ મૃત્યુ પામેલ 72 વર્ષીય મહિલાના એક પરિજનને સ્વર્ગસ્થે રસીનો સેકન્ડ ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો છે. અનેક લોકો સાથે આ પ્રકારે કેમ થાય છે તે બાબતે તંત્ર દ્વારા સત્વરે તલસ્પર્શી તપાસ થવી જોઈએ તેવી લોકમાગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: