ચોરી: શિક્ષકના બંધ મકાનને નિશાન બનાવીને દાગીનાની તસ્કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષક પત્ની બાળકો સાથે લીમખેડા ભાડાના મકાનમાં રહેતા હતા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે એક બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી 42,500ના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. આ સંદર્ભે મકાન માલિકે તસ્કરો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને લીમખેડાના ઉસરા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં મહેશભાઇ સડયાભાઇ ડામોર પીપળીયા વાડા ઘરે તાળુ મારી લીમખેડાની ચિત્રકુટ સોસાયટીના ભાડેના મકાનમાં પત્ની બાળકો સાથે રહે છે.

તે દરમિયાન તા.9મીની રાત્રીના સમયે ચોર ઇસમોએ તેમના પીપળીયાના બંધ ઘરને નિશાન બનાવી ઘરના પાછળના દરવાજાના તાળા નકુચા તોડી મકાનમાં પ્રવેશી અંદરના રૂમના દરવાજાનું તાળુ તોડી પેટી પલંગનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તીજોરીની ચાવીથી તીજોરી ખોલી તેમાં મુકી રાખેલા સોનાના કાનના ઝુમ્મર નંગ-2, ચાંદીની ઝાંઝરી નંગ 2, ચાંદીના છડા નંગ 2, ચાંદીના ભોરીયા નંગ 2 તથા ચાંદીનો કંદોરો નંગ 1 તથા ચાંદીના આંકડા નંગ 2 મળી કુલ 42,500ની કિંમતના દાગીના ચોરી કરી લઇ ગયા હતા. ચોરી અંગેની જાણ રમસુભાઇએ તેમના ભાઇને જાણ કરતાં તેઓ તાત્કાલિક પીપળીયા આવી અજાણ્યા ચોરો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: