ચોરી: ‘લોકડાઉનમાં કેમ ફરો છો હું પોલીસવાળો છું’કહી યુવક પાસેથી ફોન ઝૂંટવીને ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • ઘરે ફોન કરવાનું કહેતાં યુવકે ફોન ખિસ્સામાંથી કાઢતાં ઝૂંટવી લીધો
  • દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફોન લઇ જજો કહી ભાગી ગયો પરંતુ ત્યાં કોઇ ના મળ્યું

લોકડાઉનમાં કેમ ફરો છો હુ પોલીસવાળો છુ કહી ઘરે ફોન કરવાનું જણાવતાં યુવકે ફોન ખિસ્સામાંથી કાઢતાં બાઇક ઉપર આવેલો અજાણ્યો વ્યક્તિ ફોન ઝુટવી તારા વાલીને લઇને આવજે અને ટાઉન પોલીસ સ્ટેશનેથી ફોન લઇ જજે કહી ભાગી ગયો હતો.દાહોદના ગોધરા રોડ શ્રી રામ કોલોનીનો કાર્તિકકુમાર ભરતકુમાર પરમાર મિત્ર મંથનભાઇ દિનેશભાઇ રાઠોડ સાથે રંગમંચ નજીકના શૌચાલય પાસે ઉભા હતા.

તે દરમિયાન સાંજે સાડા ચારેક વાગ્યે જીજે-20-એલ-9508 નંબરની બાઇક લઇને એક વ્યક્તિ આવી કહ્યું કે લોકડાઉન છે કેમ બહાર ફરો છો તેમ કહેતા કાર્તિકે જણાવેલ કે શૌચક્રિયા માટે આવ્યા હતા અને અમે જઇએ છે તેમ કહેતા અજાણ્યા વ્યક્તિએ હુ પોલીસ છુ તારા ફોનથી તારા ઘરે ફોન લગાવ તેમ કહેતા કાર્તિકે ખિસ્સામાંથી ફોન બહાર કાઢી ફોન કરવા જતાં અજાણ્યો વ્યક્તિ હાથમાંથી ફોન ઝુડવી લીધો હતો અને ધમકાવી ડરાવી તારા વાલીને લઇને આવશે અને દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનેથી ફોન લઇ જજે તેમ કહી તેની મોટર સાયકલ લઇ જતો રહ્યો હતો.

ત્યાર બાદ કાર્કિત તથા તેનો મિત્ર પોલીસ સ્ટેશને તપાસ કરતાં ફોન ઝુંટવી લઇને ગયેલ પોલીસ બનીને આવેલ અજાણ્યો વ્યક્તિ કે બાઇક જોવા ન મળતાં પોતાનો ફોર ચોરી કરી લઇ ગયો હોવાનો અહેસાસ થતાં કાર્કિતકુમાર પરમારે દાહોદ શહેર પોલીસ મથકે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: