ચોરી: દેવગઢ બારિયાની આર્યુવેદિક હોસ્પિટલ આગળથી રાત્રે આઇશર ટેમ્પોની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વડોદરાના શકમંદ બે યુવકો તથા અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી
  • રૂપિયા મામલે આઇશર ટેમ્પો ઉઠાવી જવાની ધમકી આપતા હતા

દેવગઢ બારિયાના આર્યુવેદિક હોસ્પિટલ આગળથી રાત્રીના સમયે આઇશર ટેમ્પોની ચોરી થઇ હતી. શકમંદ વડોદરાના બે યુવકો તથા અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

દેવગઢ બારિયા તાલુકાના ખોખા બજારમાં રહેતો અને ડ્રાઇવિંગનો ધંધો કરતો ડેવિડશન ઓગષ્ટીન કિષ્ટીએ તા.14મીના રોજ જીજે-17-યુયુ-6721 નંબરમાં ટેમ્પોમાં નળીયા ભરી ધાનપુર તાલુકાના નળુ ગામે ખાલી કરીને પરત દેવગઢ બારિયા આવી રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં ટેમ્પો દેવગઢ બારિયા છોટાઉદેપુર રોડ ઉપર આર્યુવેદિક હોસ્પિટલ સામે મુકીને પોતાના ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ શકદાર વ્યક્તિ કે ચોર ઇસમોએ પોતાનો કસબ અજમાવી આઇશર ટેમ્પો ચોરી કરી લઇ જતા રહ્યા હતા. સવારે ટેમ્પો લેવા માટે જતાં મુકેલી જગ્યાએ ટેમ્પો જોવા મળ્યો ન હતો.

જેથી આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. ડેવિડશન ઓગષ્ટીન કિષ્ટીએ અગાઉ તેમનો 407 ટેમ્પો વડોદરાના ચિરાગ અશોક રાજપુર તથા તેના ભાઇ ભાવેશ અશોક રાજપુરને વેચ્યો હતો જેના રૂપિયા નહી આપતાં ટેમ્પો પરત લઇ આવ્યા હતા. જેથી બન્ને ભાઇઓ અવારનવાર ડેવિડશન ઓગષ્ટીન કિષ્ટીને તુ ટેમ્પો લઇ ગયો છે તે પરત આપી દે નહી તો તારો આઇશર ટેમ્પો ઉઠાવી લાવીશુ તેવી ધમકીઓ આપ્યા કરતા હતા. જેથી ટેમ્પો નહી મળતાં વડોદરા તપાસ કરાવી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. ડેવિડશન ઓગષ્ટીન કિષ્ટીએ ચિરાગ અશોક રાજપુર તથા ભાવેશ અશોક રાજપુરને ટેલીફોન કરી આયશર ટેમ્પો ઉઠાવી લઇ જવાની ધમકીઓ આપતા હોય આ બન્ને ભાઇઓ અથવા અજાણ્યા ચોર ઇસમો ટેમ્પોની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ દેવગઢ બારિયા પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: