ચોરી: ઝાલોદમાંથી બે ફાઈનાન્સ કર્મીની અને ગરબાડાથી 1 બાઇક ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફાઇનાન્સ ઓફિસ આગળ મૂકેલી બે બાઇક ચોરાઇ
  • ગરબાડામાં ઘર આગળથી બાઇક અડધા કલાકમાં ચોરાઇ

ઝાલોદની ફાઇ.ની ઓફીસ આગળ કર્મચારીઓએ મુકેલી બે બાઇકો તથા ગરબાડામાં ઘર આગળ બાઇક મુકી ઘરમાં જમવા જતાં અડધો કલાકમાં બાઇકની ચોરી થઇ હતી. અરવલ્લીના રમાણા પાંડોરવાસના મુળ રહેવાસી અને ઝાલોદ મુકામે રહી સ્પંદના ફાઇ.કંપનીમાં કામ કરતાં સુહાગકુમાર હિંમતસિંહ પરમાર જીજે-31-એલ-1537 નંબરની તથા મિત્ર વિજયકુમાર ભુપતસિંહ સોલંકી જીજે-31-એલ-1362 નંબરની બાઇક કામ પતાવી તા.5મીના રોજ રાત્રે ઝાલોદ નવાધરાડુંગરીએ ઓફીસ આગળ મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે બાઇક ચોરોએ 70,000ની કિંમતની બન્ને બાઇકોને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા.

આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હ તો. તેમજ ગરબાડાના તળાવ પાસે રહેતા હરીશભાઇ કેશવલાલ પંચાલે જીજે-20-પી-1025 નંબરની બાઇક ઘર આગળ સ્ટેરીંગ લોક મારી જમવા ગયા હતા. તે દરમિયાન બાઇક ચોરી કરી લઇ ગયો હતો. જમીને અડધા કલાક બાદ બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે બાઇક માલિકોએ સંબંધીત પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: