ચેતવણી: લગ્ન પ્રસંગમાં કોરોના ‘ચાંદલો’ ન કરી જાય તેનું ધ્યાન રાખજો, સમારંભ પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Be Careful Not To ‘blindfold’ The Corona At The Time Of Marriage, The Approval Of The Concerned Mamlatdar Must Be Obtained Before The Ceremony.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- રાત્રી કરફ્યુ દરમિયાન લગ્ન કે અન્ય કોઇપણ સમારંભ યોજી શકાશે નહીં લગ્ન સમારંભમાં 50 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
દાહોદ જિલ્લામાં આગામી લગ્નસરાને કારણે કોરોના વાયરસ વધુ ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્રે લગ્ન સમારંભ યોજતા પૂર્વે મામલતદારની મંજૂરી ફરજીયાત બનાવી છે. બીજી તરફ, દાહોદ પોલીસ તંત્રએ નિયત સંખ્યા કરતા વધુ લોકો લગ્ન સમારંભમાં એકઠા થશે તો તે ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે એક જાહેરનામા દ્વારા લગ્ન સમારંભમાં 50 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં યોજવામાં આવતા લગ્ન સમારંભના આયોજન પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે.
જે વિસ્તારોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે, ત્યાં કરફ્યુ સમયના કલાકો દરમિયાન લગ્ન સમારંભ, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમ યોજી શકાશે નહી. આ ઉપરાંત કોવિડ સબંધિત અન્ય તમામ માર્ગદર્શક સૂચનાઓ અને જાહેરનામાઓનું દરેક નાગરિકે ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામાની અમલવારી આજથી આગામી 30 એપ્રિલના 24 કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ગુજરાત એપીડેમિક ડિસિઝ એક્ટ અંતર્ગત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed