ચેઇન સ્નેચિંગ: દાહોદમાં બાઇક પર આવેલા બે યુવકો સોનાની ચેન ઝૂંટવી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સર્કિટ હાઉસવાળા રસ્તેથી દવાખાને જતાં ઘટના બની

દાહોદના સર્કિટ હાઉસ વાળા રસ્તે મોટર સાયકલ ઉપર આવેલા બે યુવકો દવાખાનામાં દાખલ મોટાભાઇની સારસંભાળ માટે ચાલતા જતાં યુવકના ગળામાં પહેરેલી રૂપિયા 60 હજારની સોનાની ચેઇન ઝૂંટવી લઇ નાસી ગયા હતા. આ સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

જુનાગઢ જિલ્લાના કેશોદ ગામે રહેતા (જી.એસ.આર.ટી. હેડ મીકેનીકલ એન્જીનિયર) જયન્તકુમાર રજનીકાન્તભાઇ ઉપાધ્યાયના દાહોદ ખાતે રહેતા મોટાભાઇ પ્રિતેશભાઇ રજનીકાન્તભાઇ બિમાર થતા હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમની સારસંભાળ રાખવા માટે તેઓ દાહોદ આવ્યા હતા. ત્યારે ગતરોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં સર્કિટ હાઉસથી ઝાયડસ હોસ્પિટલ જવા માટે ચાલતા જતા હતા. તે દરમિયાન સરસ્વતી સર્કલ પાસે બાજુથી સામેથી કાળા કલરની નંબર વગર મોટર સાયકલ ઉપર આવેલા બે વ્યક્તિઓએ આવી પાછળ બેઠેલાએ જયન્તકુમારે ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિંમત આશરે રૂપિયા 60,000ની કિંમતની ઝૂંટવી લઇ ભાગી ગયા હતા.

આ સંદર્ભે જયન્તકુમાર ઉપાધ્યાયએ બાઇક ચોરો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: