ચૂંટણી: 6 મહાનગર પાલિકાના પરિણામ બાદ દાહોદ ભાજપમાં ઉત્સાહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છ મહાનગર પાલિકાઓના પરિણામ જાહેર થતા જ દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું. આ પરિણામોમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળતા હવે આગામી સપ્તાહે દાહોદ જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીના પરિણામો કેવા આવશે તેની ચર્ચાઓ જન્મી છે. પાંચ દિવસ બાદ રવિવારે દાહોદ જિલ્લા અને તાલુકા પંચાયત સાથે દાહોદ નગરપાલિકાની 36 બેઠકો માટે ચૂંટણી થનાર છે.

ત્યારે તે પૂર્વે જ મંગળવારે મહાનગર પાલિકાઓના જાહેર થયેલા પરિણામોમાં અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, રાજકોટ અને સુરત મહાનગર પાલિકાઓના પરિણામમાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવતા દાહોદ વિસ્તારના ભાજપી ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. અને દાહોદ પંથકમાં પણ ભાજપનું સ્ટીમ રોલર આ જ રીતે દાહોદ વિસ્તારમાં પણ ફરી વળશે કેમ તેવી ચર્ચાઓએ જન્મ લીધો છે. જોગાનુજોગ મહાનગર પાલિકાના પરિણામના દિવસે મંગળવારે જ ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ, શહેર અને તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે દાહોદના મહેમાન બનતા મોટી સંખ્યામાં ઉમટેલા ભાજપના ઉમેદવારોને ભારે લોક સમર્થન પ્રાપ્ત થયું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: