ચૂંટણી: દાહોદ જિલ્લામાં મતદાનના દિવસે પોલીસની 160 ક્વિક રિસપોન્સ ટીમ સતત પેટ્રોલિંગ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો ઉપર એસ.આર.પી.ના હથિયારધારી જવાનો તૈનાત રહેશે
  • કોઇ ફરિયાદ મળશે તો તુરંત કરશે કાર્યવાહી

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી તા.28ની ચૂંટણીમાં નાગરિકો ભય વિના મતદાન કરી શકે એ માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચૌબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર અનામત પોલીસ દળના જવાનોની વ્યવસ્થા સાથે ક્યુ.આર.ટી અને સ્ટ્રાઇકિંગ ફોર્સની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે.

આ બાબતે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની નગરપાલિકાઓ ઉપરાંત જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કેન્દ્રો ઉપર સ્થાનિક પોલીસ, ગ્રામ્ય રક્ષક દળના જવાનોને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો ઉપર એસ.આર.પી.ના હથિયાર ધારી જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી

પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી

10 સિનિયર પોલીસ અધિકારીઓની સ્ટ્રાઇકિંગ ફોર્સ સતત કાર્યરત રહેશે
દાહોદ જિલ્લામાં 160 ક્યુ.આર.ટી ટીમ બનાવવામાં આવી છે. મતદાનના દિવસે આ ટીમો તેમના માટે નિયત કરવામાં આવેલા રૂટ ઉપર સતત પેટ્રોલિંગ કરતી રહેશે અને કોઇ રજૂઆત કે ફરિયાદ મળે તો તુરંત કાર્યવાહી કરશે. આ ઉપરાંત 10 સિનિયર પોલીસ અધિકારીઓની સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ સતત કાર્યરત રહેશે.

દાહોદમાં ડી.વાય.એસ.પી એચ.જે.બેંકર, લીમખેડામાં ડો.કાનન દેસાઇ અને ઝાલોદમાં ભાવેશ જાદવ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવી છે. જ્યારે એસ.આર.પી દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે.

પોલીસની તમામ ઉમેદવારો સાથે બેઠક

પોલીસની તમામ ઉમેદવારો સાથે બેઠક

ભૂતકાળની ચૂંટણીઓને ધ્યાને રાખી કરાઇ તૈયારી
લીમખેડા ડિવીઝનમાં ડી.વાય.એસ.પી ડો.દેસાઇએ આ વખતે તમામ ઉમેદવારો સાથે બેઠક કરી કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુરૂપ પ્રચાર કાર્ય કરવા સમજૂત કરી છે. આ ઉપરાંત, ભૂતકાળમાં ચૂંટણીને લગતા ગુના બન્યા હોય તેવા સ્થળોની પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં આવા ગુનામાં આરોપી હોય એવા વ્યક્તિને પણ સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: