ચૂંટણી: દાહોદમાં JC બેંકની ચૂંટણી માટે 88% મતદાન નોંધાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રેલવે વિભાગની જેસી બેંકની ચૂંટણીમાં દાહોદ શહેરમાં રેલવે કર્મચારીઓએ મતદાન કર્યુ હતું.

  • રેલવેની જેસી બેંકની ચૂંટણી માટે ગુરુવારે સવારે 7થી સાંજના 7 સુધી મતદાન ચાલ્યું
  • 13154માંથી દાહોદ-રતલામના 6507 મતદાર : દાહોદમાં 6 બુથ પર મતદાન થયું

રતલામ રેલવે મંડળની 46 વર્ષ જુની ધી જેક્શન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ઓફ ધ એમ્પલોઇઝ ઓફ ધ વેસ્ટર્ન રેલવે લિ.(જેસી બેંક)ના બે ડાયરેક્ટર માટેની ચુંટણી ગુરુવારે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચુંટણી યોજાઇ હતી. આ વખતે ચુંટણીના મેદાનમાં ચાર અપક્ષ 14 ઉમેદવારોનું ભાવિ મતદારોએ સીલ કર્યુ હતું. 13154 રેલવે કર્મચારી આ બેંકના સભાસદ છે. આ ચુંટણીમાં રતલામ અને દાહોદના મતદારો ઉપર મુખ્ય મદાર રહેલો છે. કારણ કે, કુલ મતદારોમાંથી આશરે 6507 મતદારો આ બંને જગ્યાના છે. દાહોદના છ બુથ ઉપર 2560 મતદાર હતાં. જેમાં એકલા દાહોદ વર્કશોપના 1568 વોટ છે. ગુરુવારે દાહોદમાં 88 ટકા મતદાન નોંધાયુ હતું. ગત ચુંટણીમાં દાહોદના મતદારોની જ મહત્વની ભૂમિકા રહી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: