ચૂંટણીનો જંગ: દાહોદ પાલિકાની ચૂંટણીમાં સત્તાસ્થાને કોણ આવશે: નગરમાં ચર્ચાનો દોર શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોંગ્રેસના કૈલાસ માખીજા ભાજપમાં જોડાયાં, કુલ 129 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે

દાહોદ નગર પાલિકાની ચૂંટણીના પડઘમ શુક્રવારે સાંજે શાંત થતા જ ઉમેદવારો અને સમર્થકો દ્વારા દાહોદમાં આંતરિક બેઠકોનો દોર આરંભાયો છે. દાહોદમાં આચાર સંહિતાનો અમલ થાય તે પૂર્વે દાહોદના જે તે ઉમેદવારો દ્વારા પોતાના વોર્ડના વિવિધ વિસ્તારોમાં શુક્રવારે પણ રેલીઓ કે જનસંપર્ક કાર્યક્રમો યોજાયા હતા. દાહોદના ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારોએ પોતે જીતીને આવશે તો પોતે કરવા ધારેલા કાર્યો પોતાનો ચૂંટણી મેનિફિસ્ટો જાહેર કરી લોકો સમક્ષ જાહેરાત કરી હતી.

દાહોદ પાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે આવતીકાલે તા.28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે તે માટે થનગનતા કુલ મળીને 129 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં સીલ થશે. હવે જયારે ચૂંટણી આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જે તે ખાનગી રાહે પ્રચાર સાથે વોર્ડના મતદારોના રીસામણા દૂર કરવાનો પ્રયાસ ઉમેદવારો દ્વારા ચાલી રહ્યો છે અને મનામણારૂપે જે તે વિસ્તારના જે તે અધૂરા વિકાસકાર્યોના વાયદાઓની સક્ષમ ઉમેદવારો દ્વારા આપ-લે થઇ હોવાની માહિતી મળી છે.

દાહોદ નગર પાલિકા, છેલ્લા અઢી દાયકાથી ભાજપ શાસિત છે ત્યારે ભાજપના હાથમાંથી શાસન, પોતાના હાથમાં આવે તે માટે કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીઓ મરણિયા બન્યાનું જાણવા મળ્યું છે. તો આ વખતે ભાજપ પોતાને ટિકિટ નહીં મળતા અનેક લોકોએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તે ઉમેદવારો દ્વારા પક્ષને થનારા નુકશાનને અંકુશમાં લેવા અને પાલિકામાં ભાજપની જ વિજયપતાકા ફરકતી રહે માટે ભાજપના મોવડીઓ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

શુક્રવારે આ પ્રક્રિયા અંતર્ગત વોર્ડ 4ના કોંગ્રેસના ઉમેદવાર કૈલાસ માખીજા, હવે ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોતે કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાંય ભાજપને ટેકો જાહેર કરી ભાજપ મોવડી મંડળની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. શહેરના બહુધા વોર્ડમાં ભાજપ ઉમેદવારો સામે કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારો તરીકે પ્રભુત્વ ધરાવતા લોકોએ ઝંપલાવ્યું હોઈ રાજકીય પંડિતો પણ થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સામાન્ય લોકો પણ કયા વોર્ડમાંથી કોણ જીતશે અને કોણ હારશે તેની ચર્ચામાં મશગુલ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: