ચૂંટણીનું પરિણામ: ઢેઢિયામાં 6 મતથી કોંગ્રેસ અને કરંબામાં ભાજપ 7 મતથી જીત્યું, ગોવિંદાતળાઇ કરબા બેઠક પર રિકાઉન્ટિંગ કરાયું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સંજેલી તાલુકામાં ભાજપે ભગવો લહેરાયો હતો. તાલુકાની 16 બેઠકો પૈકી 12 પર ભાજપે વિજય મેળવ્યો હતો. કોંગ્રસ 4 બેઠકો પર ખાતુ ખોલાવી ઢગલી વળી ગઇ હતી. 2 જિ. પં. પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તેમજ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનાં સૂપડાં સાફ થતાં જીતના જીશન મનાવ્યા હતા. સંજેલી તાલુકા પંચાયતની સોળ બેઠકો પૈકી બાર બેઠકો ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે.

4 બેઠકો પર ખાતુ ખોલાવ્યા બાદ કોંગ્રેસ ઢગલી વળી ગઈ હતી. જે બાદ 12 બેઠક પર કબજો જમાવ્યો હતો. ગઈ તા. પં.ની બેઠક કરતા ભાજપે બે પર વધુ કબ્જો જમાવ્યો. જ્યારે જિ. પં.ની બે બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ થતાં કાર્યકર્તાઓમા સન્નાટો છવાઈ ગયો હતો. કરંબા બેઠક પર ભાજપ સાત મતથી વીજેતા થયું હતું, જ્યારે ઢેઢિયા બેઠક પર કોંગ્રેસે છ મતથી જીત મેળવી હતી. જ્યારે કરંબા એક અને સંજેલીની એક બેઠક પર એજન્ટોને આંકડાઓમાં ભુલ પડતા રીકાઉન્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગોવિંદાતળાઇ બેઠક પર અપક્ષ ઉમેદવારે ઉમેદવારની સહી વગર સીલ તોડી નાખતાં બબાલ કરી હતી. મતગણતરી બાદ વાંધાઅરજી આપી મેદાન છોડી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: