ચુકાદો: ડાકણની શંકામાં હુમલો કરનારા 4ને 8 માસની કેદ, અંતેલામાં 4 સામે ફરિયાદ નોંધાવાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવગઢ બારિયાએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકારત્મક તસ્વીર
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના ટીનાબેન ભારતભાઇ વાદી ઉપર ડાકણનો વહેમ રાખી તે મારી છોકરીના છોકરાઓ ખાઇ ગયાના મુદ્દે પંચાણું ભેગુ કરવાના છે તેમ જણાવી તા.18-4-2017ના રોજ રાત્રીના 9 વાગ્યે ભથવાડા ટોલનાકા પાસે બોલાવતા ટીનાબેન તથા તેમના પતિ. સસરા અને સગાસંબંધીઓ ભથવાડા ટોલનાકા પાસે જતાં ગોલ્લાવ ગામના ચતુરભાઇ વાદી, રાજુ ચતુર માવી, સુમિત્રાબેન વાદી, રેખાબેન વાદીએ ભેગા મળી ટીનાબેન વાદીને બિભત્સ ગાળો બોલી તેમના પતિ ભારતભાઇ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધાકધમકી આપતા આ સંદર્ભે ટીનાબેને દેવગઢ બારિયા પોલીસ મથકે ચારેય હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આ કેશ દેવગઢ બારિયા કોર્ટમાં ચાલી જતાં વકિલની ધારદાર દલીલોના આધારે મેજિસ્ટ્રેટ દ્વારા ચારેય 8 માસની કેદ તથા 1000ના દંડની સજા ફટકારવામાં આવી હતી.
Related News
ધરપકડ: ભાણપુરમાં દારૂના જથ્થા સાથે છકડા ચાલક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
રજૂઆત: માંડલી આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરને 7 માસ બાદ બદલીનો ઓર્ડર મળતા નારાજ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed