ચીમકી: પાટીયાના મુવાડામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરપુર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પાટીયાના મુવાડામાં પ્રાથમિક સુવિધાના મળતા ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો. - Divya Bhaskar

પાટીયાના મુવાડામાં પ્રાથમિક સુવિધાના મળતા ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.

  • પ્રાથમિક સુવિધાના અભાવે ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનર સાથે ગ્રામજનોનો આક્રોશ

મહિસાગરમાં આગામી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજાઇ રહી છે. જેને ધ્યાને લઈ રાજકીયપક્ષો દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ત્યારે ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી મતદારો સુધી પહોંચવા અને રીઝવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે વિરપુર તાલુકાના પાસરોડા વિસ્તારમાં આવેલા પાટીયાના મુવાડા ગામે પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગામમાં જવાનો માર્ગ પંચાયત રાજ આવ્યા પછી આજદિન સુધી નવો માર્ગ ન બનતા સાથે પીવા લાયક પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વર્ષોથી ન મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગામના એન્ટ્રી ગેટ પર નેતાઓની નો એન્ટ્રી ના અને ચુંટણીના બહિષ્કારના બેનરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોઈપણ રાજકીય પક્ષોએ અમારો કીંમતી મત જાદુ છે તમને આપીશું તો તમે પાંચ વર્ષ સુધી તમે‌ ગાયબ થઈ જસો તે માટે આ વિસ્તારમાં મત માંગવા આવવું નહિ. તેવાં લખાણો સાથે બેનરો લગાવી ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિભાગ દ્વારા ગ્રાન્ટ આવશે ત્યારે રોડ બનશે‌
પાટીયાના મુવાડા ગામનો રોડને લઈને સ્થાનીક લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ત્યારે આ રોડને લઈને ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને જેતે વિભાગમાં ફાઈલ મોકલી‌ આપી છે. રોડની ગ્રાન્ટ તે વિભાગ દ્વારા આપવામાં આવશે ત્યારે જ નવો રોડ‌ બની શકે છે. – સરદારસિંહ પરમાર, સરપંચ, પાસરોડા.

ગ્રાન્ટમાંથી પાંસરોડાથી પાટીયાના મુવાડા જવાનો પાકો રસ્તો બનાવી આપીશું
પાટિયાના મુવાડા ગામની મુલાકાતે હુ ગયો હતો ગ્રામજનોને મળ્યો અને સૌ ગ્રામજનોને વચન આપ્યું છે કે આગામી સમયમાં અને મારા ધારાસભ્ય સમયમા પ્રથમ પ્રાથમિકતા આપી આવનાર ગ્રાન્ટમાંથી પાંસરોડા થી પાટડિયાના મુવાડા જવાનો નો પાકો રસ્તો બનાવી આપીશું.- અજીતસિંહ ચૌહાણ, ધારાસભ્ય

શહેરામાં કોગ્રેસે પક્ષના ચિહ્ન પર ચૂંટણી લડવા કાર્યકરોનો નન્નો, પ્રદેશ મોવડી મંડળ નિર્ણય લેશે: કોગ્રેસ પ્રમુખ
ગોધરા. શહેરા નગર પાલિકાની ચૂંટણી જાહેર થતાં ભાજપ અને કોગ્રેસ પક્ષ દ્વારા પાલિકાની ચુંટણી માટે નિરીક્ષકે સેન્સ લેવાની પ્રક્રીયા શરૂ કરી છે. જેના અનુસધાનમાં શહેરા નગર પાલિકાની ચુંટણીને લઇને કોગ્રેસ પક્ષ દ્વારા નિમણુંક કરેલ નીરીક્ષકો શુક્રવારેના રોજ શહેરા ખાતે અાવ્યા હતા. સેન્સ પ્રક્રીયામાં શહેરા કોગ્રેસ શહેર પ્રમુખ રીઝવાન ભાઇ, દુષ્યંત ભાઇ સહીત કોગ્રેસના કાર્યક્રરો હાજર રહ્યા હતા.
નીરીક્ષકો સમક્ષ સ્થાનિક કોગ્રેસ કાર્યકરોઅે કોગ્રેસ પક્ષના ચિન્હ પરથી ચુંટણી નહિ લડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની રજુઅાત કરી હતી.

અા રજુઅાત સાંભળીને અેક સમયે નિરીક્ષકો ચોંકી ઉઠયા હતા. અેક બાજુ પાર્ટીના નિશાન પર ચુટણી લડવા પડાપડી થઇ રહી છે. ત્યારે શહેરામાં કોગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા ઠરાવ કરીને પક્ષના ચિન્હ પર ચુંટણી નહિ લડવાનો નન્નો ભણતા ચકચાર મચી જવા પામ્યો હતો. ચુંટણી પહેલા હથિયાર હેઠા મુકી દીધા જેવો ધાટ ધડાતાં પંચમહાલ જિલ્લા કોગ્રેસ પ્રમુખે જણાવ્યું કે સ્થાનિક કોગ્રેસે પોતાની લાગણી નીરીક્ષક સમક્ષ મુકીને ઠરાવ કર્યો છે. પણ નિર્ણય તો પ્રદેશ મોવડી મંડળ કરશે તેમ જણાવ્યું હતું.

પંચમહાલમાં આગામી ચૂંટણી માટે ચીફ / નોડલ અધિકારીઓની નિમણૂક કરાઇ, આચારસંહિતાના ચૂસ્ત અમલનું પાલન કરાવાશે
ગોધરા. રાજય ચૂંટણી આયોગ દ્વારા મહાનગર પાલિકા, નગર પાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને રાજય ચૂંટણી આયોગની આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ થાય અને તેની તકેદારી રાખવા પંચમહાલ જિલ્લાના જિલ્લા તથા તાલુકા પંચાયત, ગોધરા તથા શહેરા નગર પાલિકા વિસ્તારમાં અાદર્શ અાચારસંહિતાનુ ચુસ્તપણે પાલન થાય તે માટે ચીફ નોડલ અોફીસર તથા નોડલ અધીકારીઅોની નિમણુક પંચમહાલ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.

જેમા જિલ્લાના ચીફ નોડલ અધિકારી તરીકે સી સી રાઠવા, કાર્યપાલક ઇજનેર (મા.અને મ.)ની નિમણૂંક કરવામાં આવી છે. તથા ગોધરા નગર પાલિકા માટે નોડલ અધિકારી તરીકે જે અેમ પટેલ, ઇન્ચાર્જ યુનિટ મેનેજર, વાસ્મો, ગોધરા તથા શહેરા નગરપાલિકા માટે નોડલ અધિકારી તરીકે સંકેત પટેલ, કાર્યપાલક ઇજનેર, ગુ.પા.પુ.અને ગ.વ્ય.બોર્ડ ગોધરાની નિમણુક કરવામાં અાવી છે.

કોંગ્રેસ દ્વારા ચૂંટણી ફોર્મમાં ઘરે ફ્લશ ટોયલેટની સ્પષ્ટતાની માગ
ગોધરા. અાગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચુંટણીઅોની તારીખની જાહેરાત કરવામાં અાવી છે. ઇચ્છુક ઉમેદવારો ચુંટણીની તેયારીઅોમાં લાગી ગયા છે. ત્યારે ચૂંટણી અાયોગે ચુંટણીના ફોર્મમાં ઘરે ફ્લશ ટોયલેટ આવશ્યક હોવું જોઈએ જે અંગે રાજ્ય ચૂંટણી વિભાગના પરિપત્રથી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે.

જેને લઇને શુક્રવારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી તથા મહામંત્રી વકીલ અાબિદ શેખ દ્વારા જિલ્લાના અધિક નિવાસી કલેકટર એલ.બી.બાભણીયાને લેખિત રજુઆત કરી કે ઘરે ફ્લશ ટોયલેટના પ્રશ્ને તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરી હતી. હાલમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આદર્શ આચારસંહિતા નો પણ અમલ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી ફોર્મમાં ફલશ ટોયલેટની આવશ્યકતા બાબતે સ્પષ્ટતા કરવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છેે.

સંતરામપુર-મોરવા(હ) તાલુકાના 1200 કોંગ્રેસના કાર્યકર્તાઅો ભાજપમાં જોડાયા, ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફટકો : ભાજપ ગેલમાં
​​​​​​​સંતરામપુર. ચુંટણી પહેલા સંતરામપુર અને મોરવા(હ) તાલુકામાથી 1200 કોગ્રેસ કાર્યકર્તાઅો ભાજપમાં જોડાતાં ચુંટણી પહેલા કોગ્રેસ પાર્ટીમાં ભૂંકપનો અાંચકો અાવ્યો હતો. સંતરામપુર તાલુકા અને મોરવાહડપ તાલુકાના 1200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઅોનો સન્માન સમારંભ સંતરામપુર ખાતે રાખવામાં આવેલ હતો.દાહોદ જિલ્લાના સંસદ જશવંત ભાભોર ભાજપનો ખેસ પહેરાવીને તમામ કોગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.

સંતરામપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ વર્ષોથી કોંગ્રેસનો સક્રિય કાર્યકર જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા જ રાધાબેન પારગી ભાજપમાં જોડાયા. સંતરામપુર નગરના ફાર્મ હાઉસ પર બારસો જેટલા કાર્યકર્તાઓ ને દાહોદ જિલ્લાના સંસદ જશવંત ભાભોર ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવેલું હતું પરંતુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ કોગ્રેસ પક્ષમાં ડંખા શરુ થવા લાગ્યા છે. આ કાર્યક્રમમાં સંતરામપુર ના ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર ,મહિસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ ભાઈ બારીયા ,માજી પ્રમુખ જિલ્લા જે પી પટેલ, છગનભાઈ માલ, બળવંતભાઈ પટેલિયા પદાધિકારીઓ કાર્યકર્તા સંગઠનો તમામ ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​


Related News

Comments are Closed

%d bloggers like this: