ચિલાકોટામાં ઉછીના રૂપિયા મુદ્દે નાનાભાઇને તીર મારી ઇજા પહોંચાડી

લીમખેડા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગડદાપાટુનો માર મારી જાનથી મારવાની ધમકી આપી
  • જેઠ વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો

ચિલાકોટાના રાજુભાઇ તડવી તથા તેમની પત્ની રમીલાબેન સાથે તેમના મોટાભાઇ ચંદુભાઇ તવડીના ઘરની નજીકમાં આવેલા ખેતરમાં મકાઇના ડોડા ભાંગવા તેમજ મકાઇ કાપતા હતા.

તે દરમિયાન ચંદુભાઇ તડવી હાથમાં તીર કામઠી લઇને આવ્યા હતા અને રાજુભાઇને કહેવા લાગેલ કે તે મારી પાસેથી લીધેલા પૈસા કેમ આપતો નથી તેમ કહેતા ચંદુભાઇએ જણાવેલ કે તમારા પુરેપુરા રૂપિયા પરત આપી દીધા છે તેમ કહેતા ચંદુભાઇએ બિભત્સ ગાળો બોલવા લાગાતા તેમને ગાળો બોલવાની ના પાડતા ચંદુભાઇએ થોડે દૂર જઇ તેના હાથમાની કામઠીથી તીર મારતાં રાજુભાઇને ડાબા પગે સાથળની પાછળના ભાગે વાગ્યું હતું અને બીજુ તીર મારતાં જમણા હાથની ઉપર ધસરકો વાળી નીકળી ગયું હતું.

ત્યાર બાદ દગોડી આવી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી વધુ મારના ડરથી બન્ને પતિ પત્ની નજીકમાં આવેલા જોરસીંગભાઇ ધુળીયાભાઇના ઘરમાં ભરાઇ ગયા હતા. ત્યાર બાદ ચંદુભાઇ મારી નાખવાની ધમકી આપી પોતાના ઘરે જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત રાજુભાઇને 108 દ્વારા દાહોદ ઝાયડસ સરકારી હોસ્પિચલ ખાતે લઇ જવાયા હતા. રાજુભાઇ તડવીની પત્ની રમીલાબેને લીમખેડા પોલીસ મથકે જેઠ ચંદુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: