ઘરની છતના નળિયા ખસેડી અંદર ઉતરી 80 હજારના દાગીના લઈ ચોર છૂં

ફતેપુરા તાલુકાના નવાગામ ગામમાં બનેલી ઘટના પરિવાર ઘર આંગણે નિંદ્રાધિન હોવાથી મોકળુ મેદાન મળ્યું

  • Dahod - ઘરની છતના નળિયા ખસેડી અંદર ઉતરી 80 હજારના દાગીના લઈ ચોર છૂં

    ફતેપુરા તાલુકાના નવાગામ ગામમાં એક ઘરની છત ઉપર ચઢીને નળિયા ખસેડી અંદર પ્રવેશ કરીને તસ્કરો 80 હજાર રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરી જતાં ખળભળાટ મચી ગયો હતો. ચોરી થઇ તે વખતે પરિવારના સભ્યો ઘરની બહાર નિંદ્રાધિન હોવાથી તસ્કરોને મોકળુ મેદાન મળ્યું હતું. આ ઘરફોડ ચોરી અંગે ફતેપુરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

    ફતેપુરા તાલુકાના નવાગામ ગામે રહેતાં વેચાતભાઇ ગળિયાભાઇ પારગીના ઘરને રાતના સમયે તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. ઘરના તમામ સભ્યો આંગણામાં ઉઘતાં હોવાને કારણ મોકળુ મેદાન પામી ગયેલા તસ્કરો છાપરે ચઢી ગયા હતાં. નળિયા ખસેડીને છત વાટે તેઓ અંદર ઉતર્યા હતાં. ઠંડે કલેજે ઘરનો તમામ સામાન વેરવીખેર કરી નાખીને પતરાની પેટી તોડીને તેમાંથી સોનાના બે તોલા વજનના બે લોકેટ, રીન્કુબેનની ચાંદીની 500 ગ્રામ વજનની …અનુસંધાન પાના નં.2

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: