ગૌરવ: દાહોદની આદિવાસી દીકરીને ‘યુવા ગૌરવ પુરસ્કાર’ જાહેર

ગરબાડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
રીન્કુ રાઠોડ તસવીરમાં પોતાના માતા-પિતા સાથે નજરે પડે છે. - Divya Bhaskar

રીન્કુ રાઠોડ તસવીરમાં પોતાના માતા-પિતા સાથે નજરે પડે છે.

  • 40થી ઓછી વયના લેખકને અપાતો પુરસ્કાર
  • રીન્કુ રાઠોડની ‘અક્ષર સાડા પાંચ’ અને ‘દ્ર્શ્યો ભીનેવાન’ સંગ્રહો પ્રકાશિત થયા છે

દાહોદના આદિવાસી પરિવારની એક યુવતીને 40 વર્ષથી ઓછી વયના સર્જકો માટે ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ સન્માન ગણાતો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ જાહેર થયો છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી પરિવારમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર રીન્કુબેન વજેસિંહ રાઠોડની પસંદગી ગુજરાતી સાહિત્યના 2020ના વર્ષના શ્રેષ્ઠ સન્માન યુવા ગૌરવ પુરસ્કાર માટે થઈ છે.

40થી ઓછી વયના સૌથી શ્રેષ્ઠ લેખકને આપવામાં આવતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ અંતર્ગત આજપર્યંત સૌથી નાની ઉંમરના કોઈ મહિલા સર્જકને આ સન્માન જાહેર થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. શિક્ષણનું ખુબ ઓછું પ્રમાણ ધરાવતા દાહોદ જિલ્લાના નાના ગામ નવાગામ (બોરડી)ના આદિવાસી ખેડૂત પરિવારના “મન હોય તો માળવે જવાય” એ ઉક્તિ અનુસાર રિન્કુ રાઠોડે આગવી પ્રતિભા દર્શાવીને જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ઉજાળ્યું છે. રીન્કુબેન રાઠોડ, હાલમાં ગાંધીનગર ખાતે સચિવાલયમાં નાયબ સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

ધો.1 થી 7 સુધીનું શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં અને ધો.8 થી 10 સુધીનું શિક્ષણ આદર્શ નિવાસી શાળા,ઝાલોદ ખાતે સંપન્ન કર્યા બાદ ધો.11 અને 12 દાહોદની નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પૂરું કર્યા બાદ વિવિધ પ્રકારની 33 પરીક્ષાઓ પાસ કરવાનો રેકોર્ડ પણ કર્યો હતો. તો ખૂબ નાની ઉંમરે મેળવેલ સિદ્ધિઓ બદલ ગૃહ રાજ્ય મંત્રી અને અનેક સંસ્થાઓએ એમને સન્માનિત કરેલ છે. રાજ્યભરમાં કવયિત્રી તથા કાવ્ય સંમેલનોના સંચાલક તરીકે પણ નામાંકિત રીન્કુ રાઠોડની કવિતાઓના ‘અક્ષર સાડા પાંચ’ અને “દ્ર્શ્યો ભીનેવાન” નામે બે સંગ્રહો પણ પ્રકાશિત થયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: