ગૌરવ: ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણ માટે દાહોદ જિલ્લાને એવોર્ડ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભારત સરકારનો આદિજાતિ ક્ષેત્રનો એવોર્ડ દાહોદ જિલ્લાને ફાળે
  • પીએમ-કિસાન સ્કીમમાં 98.40 ટકા સિદ્ધિ માટે મળ્યું દાહોદને સન્માન

રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તેમજ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી ઇનોવેશન માટે એમ બે-બે પ્રતિષ્ઠિત એવોર્ડ સન્માન પ્રાપ્ત થયા છે. ભારત સરકારની ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતિ ક્ષેત્ર દાહોદ જિલ્લાને ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરાઇ છે.

રાજ્યના કૃષિ સચિવ મનિષ ભારદ્વાજે જણાવ્યું કે, ગુજરાતમાં પાકના વાવણી વિસ્તાર અને નુકશાનની ગણતરી-ક્રોપ એરિયા એસ્ટિમેશન એન્ડ લોસ એસસમેન્ટ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજીના ઉપયોગ માટે પણ રાજ્યને જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ FICCI દ્વારા જાહેર કરાયો છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે કહ્યું કે, દાહોદને ગ્રિવન્સીસ રિડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ અન્વયે પી.એમ. કિસાન પોર્ટલ દ્વારા મળેલી 2121 ઓનલાઇન અરજીઓમાંથી 98.40 ટકા એટલે કે 2087 અરજીઓના નિકાલ માટે બેસ્ટ પરફોમન્સનો એવોર્ડ જાહેર થયો છે. તા.24 ફેબ્રુઆરી બુધવારે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એવોર્ડ રાજ્ય સરકારને આપશે.






Related News

Comments are Closed

%d bloggers like this: