ગેરકાયદે વેપલો: દાહોદના વરમખેડામાંથી દેશી માઉઝર સાથે એકની ધરપકડ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 15 હજારની માઉઝર અને બાઈક સહિત રૂ.40,500 નો મુદ્દામાલ જપ્ત

દાહોદ તાલુકાના વરમખેડા ગામેથી પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની રૂપિયા 15,000ની માઉઝર પીસ્ટલ સાથે ઝડપી પાડયો છે. જેમાં મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂપિયા 40,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ ઝડપાઇ

દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ ઝડપાઇ

પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકાના વરમખેડા ગામે માવી ફળિયામાં રહેતો રાજુભાઈ હિમરાજભાઈ માવીને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. રાજુભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થતી વેળાએ પોલીસે તેની અટકાયત કરી હતી. જેમાં તેની પાસેથી ગેરકાયદે વગર પાસ પરમીટે બીન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે કે, કોઈને વેચવા માટે દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ ઝડપાઇ હતી. તેથી મોટરસાઈકલ સાથે મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: