ગુનો: વડવામાં બળદની ચોરી થતાં 3 સામે ગુનો દાખલ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ગરબાડા તાલુકાના વડવા ગામે ઘર પાસે બાંધી રાખેલા બળદની ચોરી થઇ ગઇ હતી. તપાસ દરમિયાન આ બળદ ગામના જ ત્રણ યુવકો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યુ હતું.ગરબાડા તાલુકાના વડવા ગામે રહેતા હજારીબેન સમસુભાઇ બિલવાળે બળદ તેમના ઘરની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બાંધી રાખ્યો હતો. ત્યારે તકનો લાભ લઇને રાતના સમયે ગામમાં જ રહેતાં દિલેશભાઈ માવી, રોહિતભાઈ બિલવાલ અને નવીનભાઈ ભાભોર ચોરી કરી ગયા હતાં.

એકએક ગુમ થયેલા બળદની શોધખોળ કરવામાં આવી હતી પણ કોઇ પત્તો મળ્યો ન હતો. અંતે આ ચોરી ગામના જ ત્રણ યુવકો દ્વારા કરાઇ હોવાનું સામે આવ્યુ હતું. આ મામલે હજારબેનની ફરિયાદના આધારે6 હજાર રૂપિયાની કિંમતના બળદની ચોરી અંગે જેસાવાડા પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: