ગુનાખોરી: ધાનપુર તાલુકાના કૌટુંબી ગામે પશુઓની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ, પોલીસે 10 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બે આરોપીઓ બે પીકઅપ ગાડીમાં નવ જેટલી ભેંસો કતલખાને લઈ રહ્યા હતા

ધાનપુર તાલુકાના કૌટુંબી ગામેથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી, બે પીકઅપ ગાડીમાં ભરેલી 09 ભેંસો સહિત ગાડીઓની કિંમત મળી કુલ 10 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હારેફેરી સહિત પશુઓનું કતલ કરી તેમના માંસનુ વેચાણ કરતાં તત્વો પર પોલીસ બાજ નજર રાખી રહી છે અને આવા ઈસમો વિરૂધ્ધ પશુ અધિનિયમના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી રહી છે. ત્યારે ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ કૌટુંબી ગામે બે ઈસમો પોતાના કબજાની બે પીકઅપ ગાડીમાં નવ જેટલી ભેંસોને ગેરકાયદેસર ભરી કતલખાને લઈ જતાં હોવાની પોલીસને બાતમી મળતાં કૌટુંબી ગામે પોલીસ ટીમ વોચ ગોઠવીને ઉભી હતી.

પોલીસની વોચમાં બાતમીના આધારે બે શખ્સો બે પીકઅપ ગાડી લઈ પસાર થતાં પોલીસે તેમને ચારેય તરફથી ઘેરી લીધા હતાં અને તેમની સઘન પૂછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આખરે આ ભેંસો કતલખાને લઈ જવાતી હોવાની પોલીસે પુષ્ટિ થતાં પોલીસે આ બંન્ને શખ્સોની અટકાયત કરી બંન્ને પીકઅપ ગાડી તેમજ ભેંસો મળી કુલ 10 લાખ 70 હજારનોનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: