ગુણકારી લીમડો: ​​​​​​​દાહોદમાં ચૈત્રી નોરતા નિમીતે લીમડાના રસનુ વિતરણ પૂરજેાશમાં શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લીમડાના રસનું સેવન આરોગ્ય વર્ધક માનવામાં આવે છે નોરતામાં આદ્ય શક્તિની આરાધના સાથે તંદુરસ્તીના પણ ઉપચાર

ચૈત્રી નોરતા આદ્ય શક્તિની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નોરતામાં નવ દિવસ સુધી સવારે લીમડાના રસનું સેવન આરોગ્ય વર્ધક તરીકે કરવામાં આવે છે. જેથી દાહોદ શહેરમાં ઘણે ઠેકાણે સવારે તેનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

રોજ સવારે સેવાભાવીઓ લીમડાના રસનું વિતરણ કરી રહ્યા છે

ભારતના દરેક પ્રાંતમાં જુદા જુદા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દરેક તહેવારમાં ધાર્મિક આસ્થા તો જોડાયેલી હોય છે. પરંતુ કેટલાક તહેવારો આરોગ્ય વર્ધન કે પ્રકૃત્તિના જતનના ઉદ્દેશ સાથે પણ મનાવવામાં આવે છે. ખેતી પ્રધાન દેશ હોવાથી દેશના દરેક લગભગ રાજયોમાં ખેતી લક્ષી તહેવાર જુદા જુદા નામે એક જ દિવસે ઉજવાય છે. તેવી જ સામ્યતા હોળીના તહેવાારમાં પણ રહેલી છે.

ભારતમાં બે નવરાત્રિ મનાવવામાં આવે છે. એક નવરાત્રિ ચૈત્ર માસમાં અને બીજી નવરાત્રિ આસો માસમાં મનાવાય છે. બન્ને નવરાત્રિમાં આદ્ય શક્તિની આરાધના જ કરવામાં આવે છે. ઉપવાસ કરીને ભાવિકોમાં શક્તિની પૂજા અર્ચનામાં લીન રહેતા હોય છે. ગુજરાતમાં આસો નોરતાનું આગવુ મહત્વ છે. કારણ તે ગુજરાતની આ નવરાત્રિ ગરબાને કારણે વિશ્વ વિખ્યાત છે.

હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે. આ નવ દિવસનું આરોગ્યની દ્રષ્ટિએ પણ આગવું મહત્વ છે. આ દિવસોમાં લીમડાને નવી કુંપળો ફુટે છે. અને લીમડો આમ પણ ઘણી રીતે આરોગ્ય વર્ધક છે. તેના ઉપાયો આયુર્વેદમાં ઉલ્લેખ કરાયેલા છે. ત્યારે ચૈત્ર સુદ એકમથી જ રોજ સવારે ખાલી પેટે લીમડાના રસનુ સેવન કરવાથી ઘણાં રોગોને દુર રાખી શકાય છે. જેથી દાહોદ શહેરમાં બજારો તેમજ વિવિધ ચોકમાં પ્રથમ નોરતાથી જ રોજ સવારે સેવાભાવીઓ લીમડાના રસનું વિતરણ કરી રહ્યા છે. આ લીમડાના રસનુ સેવન કરનારો વર્ગ પણ મોટો છે. ત્યારે આજના આધુનિક દવાઓના યુગમાં પણ પ્રાચીન ઉપચારો હજીયે વિસરાયા નથી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: