ગુટકાની ચોરી: દાહોદ પાસે ઉકરડીમા પાન-મસાલાના ગોડાઉનમાંથી લાખોની ચોરી થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બજારમાં કાળા બજારી વચ્ચે 6 થી 8 લાખની તમાકુની બનાવટો ચોરાઈ

દાહોદ તાલુકાના ઉકરડી ગામે એક પાન-મસાલાના ગોડાઉનમાં રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા. જેમાં ગોડાઉનમાંથી અંદાજે 6 થી 8 લાખ રૂપિયાનો ગુટકા પાન મસાલાનો સામાન ચોરી કરી લઇ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તેમજ નકુચો તોડી ચોરી કરાઇ

હાલ કોરોના કાળમાં આંશિક લોકડાઉનના માહોલ વચ્ચે બજારોમાં ગુટકા, પાન, મસાલાના કાળા બજાર થઈ રહ્યાં છે. ત્યારે ગત રાતે દાહોદ તાલુકાના ઉકરડી ગામે ચોરીની એક ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉકરડી રોડ પર મહાવીર નગર સ્થિત એક ગોડાઉનમાં એક વેપારીનો ગુટકા, પાન, મસાલાનો જથ્થો ભરી રાખ્યો હતો. આ ગોડાઉનમાં મધ્યરાત્રિના કોઇપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તેમજ નકુચો તોડી પ્રવેશ કર્યો હતો.

વહેલી સવારે પોતાના ગોડાઉનમાં ચોરી થઇ હોવાની જાણ થઇ

ગોડાઉનમાં રાખેલો અંદાજે 6 થી 8 લાખ રૂપિયાનો ગુટખા, પાન – મસાલાનો જંગી જથ્થો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે પોતાના ગોડાઉનમાં ચોરી થઇ હોવાની જાણ વેપારીને થતાં વેપારી સહિત લોકો ગોડાઉન તરફ દોડી આવ્યા હતા. અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસે તપાસનો શરુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: